મહીસાગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં “શાળા સલામતી સપ્તાહ કાર્યક્ર્મ-૨૦૨૫” ની ઉજવણી કરાશે.
ભૂકંપ, વાવાઝોડુ, પુર, ઔદ્યોગિક અકસ્માત, આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃત્તિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા “શાળા સલામતી કાર્યક્રમ” અમલમાં મુકાયો છે. આપત્તિ સમયે સાવચેતી અને સલામતી વિશે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે તા.૨૦ જાન્યુઆરી થી તા.૨૫ જાન્યુઆરી ૨૦૨૫ સુધી મહીસાગર જિલ્લાની ૪૨ પ્રાથમિક શાળામાં મેગા ઈવેન્ટ અને કુલ ૧૧૯૧ સરકારી પ્રાથમિક શાળામાં ‘‘શાળા સલામતી સપ્તાહ-૨૦૨૫’’ની ઉજવણી કરાશે. જેમાં છ દિવસ દરમિયાન જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફાયર વિભાગ, ૧૦૮ એમ્બ્યુલન્સ, મુક્ત જીવન ડીઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ એકેડમી તથા આપદા મિત્રની ઇવેન્ટ મળી કુલ ૪૫ મેગા ઈવેન્ટ/ડેમોન્સટ્રેશનનું આયોજન કરવામાં આવેલ છે.
આજરોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની ડૉ.પોલન સ્કુલ ખાતે જિલ્લા કક્ષાના શાળા સલામતી કાર્યક્ર્મનું ઉદઘાટન કરવામાં આવ્યું. શાળા સલામતી સપ્તાહના પ્રથમ દિવસે માન.મુખ્યમંત્રી સાહેબશ્રી દ્વારા શાળા સલામતી કાર્યક્ર્મનું બાયસેગ વંદે ગુજરાત ચેનલ નં.૧ ઉ૫૨ ઓનલાઇન ઉદઘાટન કરવામાં આવ્યું જે કાર્યક્ર્મ શાળાના તમામ બાળકો દ્વારા નિહાળવામાં આવ્યો.
જેમાં ડિ.પી.ઓ-ડિઝાસ્ટર મેનેજમેન્ટ શ્રી જિગર મકવાણા દ્ધારા શાળા સલામતી સપ્તાહ ઉજવણી સંબંધિત પ્રાંસંગિક ઉદબોધન કરીને શાળા સલામતી સપ્તાહ વિશે સમજાવવામાં આવ્યું તથા આપત્તિ-જોખમની સમજ અને શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજના વિશે વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને સમજ આપવામાં આવી.
શ્રી દુષ્યંત પંડયા જિલ્લા ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ ૧૦૮ તથા તેમની ટીમ દ્ધારા વિદ્યાર્થી અને શિક્ષકો ને પ્રાથમિક સારવાર અને CPRની તાલીમ આપવામાં આવી હતી.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે
