બોરડી ગામમાં ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળો ફાટી નીકળવાનો ગ્રામજનોને ડર - At This Time

બોરડી ગામમાં ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળો ફાટી નીકળવાનો ગ્રામજનોને ડર


મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામમાં રહેણાંક વિસ્તાર નજીક જ ગંદકી નું સામ્રાજ્ય હોય તેવા દ્રશ્યો જોવા મળે છે બોરડી આયુષ્ય આરોગ્ય મંદિર ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓને મુખ્ય ગેટમાંથી પસાર થવા માટે પણ સાથે બે વ્યક્તિઓને સાથે રાખવા પડે છે આરોગ્ય આયુષ્ય હોસ્પિટલના મુખ્ય ગેટમાંથી પસાર થવાનો રસ્તો પણ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે તેમજ હોસ્પિટલ આસપાસ ગંદકી હોવાના કારણે રોગચાળો ફેલાવાનો ડર પણ લોકોને લાગી રહ્યો છે આરોગ્ય અને વહીવટી તંત્રની ઉદાસીનતા સામે રોગચાળાને નિયંત્રણમાં લાવવા માટે સ્વચ્છતાની વાતો કરતું તંત્ર હજુ પણ નિદ્રાધીન છે બોરડી ગામમાં આવેલ અલગ અલગ વિસ્તારોમાં જેવા કે ગ્રામ પંચાયત કચેરી આંગણવાડી કેન્દ્રો, હિંગળાજ શેરી જેવા વિગેરે જાહેર સ્થળોએ ગંદકીના ઢગ ખડકાયા હોવાના કારણે મચ્છર જન્ય મેલેરિયા જેવો રોગચાળો ફાટી નીકળવાનો ભય અહીંના સ્થાનિક લોકોમાં રહે છે એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન અંગેના કાર્યક્રમો યોજી રહ્યા છે ત્યારે હાલ મહુવા તાલુકાના બોરડી ગામે ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે બોરડી ગામના ગ્રામજનોની આરોગ્ય અંગેની ચિંતા અને મુશ્કેલીઓમાં વધારો થય રહ્યો છે તે માટે ચુંટાયેલા પ્રતિનિધિઓ કે તંત્ર દ્વારા પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરી સાચા અર્થમાં સરકારના સ્વચ્છતા અંગેના સંદેશના સાર્થક કરશે કે કેમ ? તે આગામી દિવસોમાં જોવાનું રહ્યું.

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા


9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.