નેશનલ હાઇવેની બેદરકારીથી ઉંબરી ગામમાં એસ ટી આવતી બંધ થઈ - At This Time

નેશનલ હાઇવેની બેદરકારીથી ઉંબરી ગામમાં એસ ટી આવતી બંધ થઈ


નેશનલ હાઇવેની બેદરકારીથી ઉંબરી ગામમાં એસ ટી આવતી બંધ થઈ
ગામલોકોને ફરજિયાત એક કિલોમીટર ફરીને જવુ પડે છે. રજૂઆતો કરાઈ
ભારત સરકારના ખુબ મહત્વના રોડ નેટવર્ક વિકસાવવાના પ્રોજેક્ટ અંતર્ગત સોમનાથ ભાવનગર નેશનલ હાઇ-વે છ મર્ગીય કરવાના પ્રોજેક્ટનુ કામ ઘણા વર્ષોથી ચાલુ છે, પરંતુ આ પ્રોજેક્ટની મનઘડત ડિઝાઈનને કારણે અમુક ગ્રામ્ય વિસ્તારનો વિકાસ રૂંધાઈ જવા પામેલ છે જેનું એક જાણીતુ ઉદાહરણ સુત્રાપાડા તાલુકાનું ઉંબરી ગામનુ છે. આ ગામ શિક્ષણથી લઈને દરેક ક્ષેત્રે એક આગવુ નામ ધરાવે છે. ઉંબરી ગામના પાટીયે (ફાટક) જ્યા સુધી સોમનાથ - ભાવનગર નેશનલ હાઇ-વે પ્રોજેક્ટનુ કામ ચાલુ થયેલ ન હતુ ત્યારે દરેક પ્રકારની એસ.ટી બસો, પ્રાઈવેટ બસો, રીક્ષાઓ જેવી રોડ કનેક્ટીવિટી મળી રહેતી હતી. જેથી અહિથી આસપાસના અનેક ગામોના હજારો વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ, દર્દિઓ વિગેરેને અન્ય જગ્યાએ જવા-આવવામાં સરળતા રહેતી હતી. પરંતુ ઉંબરી ફાટક પર તદ્દન બિનજરૂરી ઓવરબ્રિજ બનાવી તેમજ અધુરા સર્વિસ રોડને કારણે તમામ પ્રકારની રોડ કનેક્ટીવિટી બંધ થઈ ગયેલ છે. એસ.ટી વિભાગને આ બાબતે ગ્રામજનો દ્વારા રજુઆત કરેલી જેના જવાબમાં એસ ટી વિભાગે જણાવેલ કે, બ્રિજ પરથી સર્વિસરોડ પર જવા માટેની ટર્નીંગ રેડીયસની જગ્યા પુરતી ન મળતી હોવાથી અહિથી બસ જઈ શકે તેમ નથી. જેથી ઉંબરી ગામેથી અવર-જવર કરનાર લોકોને ફરજીયાત પણે આશરે એક કિ.મી. જેટલુ ચાલીને જવુ પડે છે. તેમજ આ રોડ પર સ્ટ્રિટલાઈટ કે અન્ય કોઈ સાઇન બોર્ડ પણ લગાવેલ ન હોવાના કારણે દરરોજ હજારો માણસો ભુલા પડે છે. ઉપરાંત આ ઉંબરી ગામે આવેલ સુપ્રસિધ્ધ વીર માંગડાવાળાની જગ્યાએ હજારો શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓને પણ અહિ સુધી આવવા માટે પુછી પુછીને જવુ પડે તેવો વખત આવ્યો છે. જો ઉંબરી ફાટક પાસેથી વ્યવસ્થીત પુરો સર્વિસ રોડ બનાવવામાં આવે તેમજ યોગ્ય સાઈન બોર્ડ લગાવવામાં આવે તો આ તમામ સમસ્યાઓનુ નિવારણ આવી શકે તેમ છે એવુ જાણકારોનું માનવુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image