આંગણવાડીના પ્રશ્નોને લઈને સીઆઇટીયુ અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી માંગણીઓ બાબતે સૂત્રોચ્ચાર કર્યા. - At This Time

આંગણવાડીના પ્રશ્નોને લઈને સીઆઇટીયુ અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી માંગણીઓ બાબતે સૂત્રોચ્ચાર કર્યા.


આજે સીઆઇટીયુ અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી આખા દેશમાં માંગ દિવસ તરીકે ઉજવવા નો હોય મોડાસા ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની સીઆઇટી યુ તરફથી સાંજે ચાર વાગે દેખાવો યોજવામાં આવ્યા હતા આંગણવાડી કર્મચારી સંગઠનની બહેનો પ્લે કાર્ડ ઝંડા બેનર લઈને તેમની માંગણીઓ બાબતે સૂત્રોચ્ચાર કર્યા હતા સીટુ તરફથી સીટુ ના પ્રદેશ મંત્રી ડી આર જાદવ આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અનસુયાબેન ઉપપ્રમુખ ઉર્મિલાબેન મંત્રી જશીબેન તેમજ ભારતીબેન તેમજ મીનાબેન કડિયા અને મીનાબેન પરમાર તેમજ જાગૃતિબેન પ્રજાપતિ અને મંજુલાબેન રાઠોડ ની આગેવાની માં આ કાર્યક્રમ યોજાયો હતો તારીખ 23 જુલાઈ ના રોજ કેન્દ્ર સરકારનું બજેટ હોય અને આ બજેટમાં આંગણવાડી આશા વર્કર કરાર આધારિત આઉટસોર્સિંગ કર્મચારીઓના પ્રશ્નોની વિગતો વાળું આવેદનપત્ર કલેક્ટર શ્રી મારફતે કેન્દ્રના ફાઇનાન્સ મંત્રી નિર્મલા સીતારામન તથા મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને તેમજ બાલ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા ને સંબોધીને કુલ ચાર આવેદનપત્રો આપવામાં આવ્યા હતા જિલ્લાભરમાંથી 100 જેટલી બહેનો આ કાર્યક્રમમાં ઉમટી પડી હતી અને તે સમયે ડી.આર જાદવ અને ઉર્મિલાબેન એ તેમના ભાષણમાં જણાવ્યું હતું કે જો બજેટ ની અંદર આંગણવાડીના પ્રશ્નોને લઈને રાહતો આપવામાં નહીં આવે અને પગાર વધારો નહીં થાય 2018 પછી કેન્દ્ર સરકારે પગાર વધારો કર્યો નથી અને રાજ્ય અને કેન્દ્રની સંયુક્ત ભાગીદારી વાળી આ યોજના હોય કેન્દ્ર સરકારે તાત્કાલિક આ બજેટમાં પગાર વધારો કરવો જોઈએ કાયમી કર્મચારી ગણવા જોઈએ અને તેમને કાયમી કર્મચારીને મળતા લાભ આપવા જોઈએ તેવી માંગ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સીઆઇટીઓના ઓફિસ બેરર ચંદ્રપાલસિંહ તેમજ રાકેશ તરાર અને કિસાનસભાના પ્રમુખ ભલાભાઇ ખાટ દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.