મુળી તાલુકાનાં કુંતલ પુર ગામે નર્મદા નાં નીર માટે ખેડૂત સભા પાણી નહીં તો વોટ નહીં - At This Time

મુળી તાલુકાનાં કુંતલ પુર ગામે નર્મદા નાં નીર માટે ખેડૂત સભા પાણી નહીં તો વોટ નહીં


*મુળી તાલુકાનાં કુંતલપુર ગામે નર્મદાના નીર માટે રાત્રી સભા યોજાઈ*

*૩૧ ગામોનાં સરપંચ દ્વારા નર્મદા નાં નીર નહીં તો વોટ નહીં ની હાંકલ*

કુંતલ પુર ગામે નર્મદા નાં નીર માટે ખેડૂતો દ્વારા લાંબા સમયથી લડત આપી રહ્યા છે ત્યારે મુળી ધાંગધ્રા વઢવાણ તાલુકાના ગામોનાં સરપંચ દ્વારા એક ખેડૂત લડત સમિતિની રચના કરવામાં આવી છે અને હવે લડત માટે રાજકીય આગેવાનો ને પ્રવેશબંધી ફરમાવવામાં આવશે અને પાણી નહીં તો વોટ નહીં સાથે ચુંટણી બહિષ્કાર કરવા માં આવશે સાથે આગામી ૧૪ નાં રોજ ખેડૂતો ટ્રેક્ટર બાઈક સાથે ખોડુ ગામે થી સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું જેમાં તમામ ગામોમાં થી સરપંચો સાથે મળી આ લડત આપી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણેક માસ પહેલા ખેડૂતો ને સરકાર દ્વારા વચન આપ્યું હતું કે આ તમામ ગામોમાં પાઈપલાઈન થકી પાણી આપવામાં આવશે પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ખેડૂતો હવે લડત માટે સજ્જ થતાં રાજકીય આગેવાનો માં દોડધામ મચી જવા પામી છે

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon