આરોગ્ય વિભાગે અનુચરવા જેવી ગામડા માં પ્રાણ પૂર્તિ સલાહ.                                ખુબ જ નજીવા ખર્ચમાં એક - બે વર્ષમાં દેશને લાખો ડોક્ટરો એક સાથે ઉપલબ્ધ બની શકે તેમ છે !            ડો ભરતભાઈ કાનાબાર - At This Time

આરોગ્ય વિભાગે અનુચરવા જેવી ગામડા માં પ્રાણ પૂર્તિ સલાહ.                                ખુબ જ નજીવા ખર્ચમાં એક – બે વર્ષમાં દેશને લાખો ડોક્ટરો એક સાથે ઉપલબ્ધ બની શકે તેમ છે !            ડો ભરતભાઈ કાનાબાર


અમરેલી જિલ્લા ના ખ્યાતનામ સેવાભાવી તબીબ જેમનું diagnoses લેબ સમાંતર માનવામાં આવે છે તેવા ડો ભરતભાઈ કાનાબારે તબીબી સેવા અંગે ખૂબ લોક ઉપીયોગી સજેશન કર્યું ખુબ જ નજીવા ખર્ચમાં એક - બે વર્ષમાં દેશને લાખો ડોક્ટરો એક સાથે ઉપલબ્ધ બની શકે તેમ છે ! દેશના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતા ડોક્ટરો ઉપલબ્ધ બને તે માટે કેન્દ્ર સરકાર છેલ્લા પાંચ વર્ષમાં સંખ્યાબંધ મેડિકલ કોલેજો ખોલી ચુકી છે. આ કોલેજો શરુ કરવા માટે સરકાર ખાસ્સા નાણાં ખર્ચી રહી છે પણ બધી જગ્યાએ ટીચિંગ માટે પૂરતી ફેકલ્ટી પ્રાપ્ય નથી અને કેટલીક જગ્યાએ આ કોલેજો સાથે સંલગ્ન હોસ્પિટલોમાં પૂરતા દર્દીઓ પણ નથી. આ બંને બાબતોની વિપરીત અસર કોલેજોમાં અપાતા શિક્ષણની ગુણવત્તા પર પડે છે.
આ સમસ્યાનો સરળ અને ઓછો ખર્ચાળ વિકલ્પ દેશ પાસે છે. ભારતમાં આજે લાખો આયુર્વેદિક અને હોમીઓપેથીક પ્રેક્ટિશનરો છે જે નાનાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપી રહ્યા છે. આ બધા લોકો બેઝિક એનેટોમી અને ફિઝ્યોલોજી શીખ્યા હોય છે. તે બધા પૈકી જેમને એલોપેથીની પ્રેકટીશ કરવી હોય તેમને માટે એક કે બે વર્ષના “બ્રિજ કોર્સ “ની વ્યવસ્થા કરવામાં આવે અને કોર્સ અંતે તેની પરીક્ષામાં સફળ થનારને એલોપેથી પ્રેક્ટીશની છૂટ અપાય તો દેશને લાખો ડોક્ટરો એક સાથે મળી જાય. નવી મેડિકલ કોલેજો ખોલવાની જરૂર રહેશે નહિ અને એક સાથે લાખો નવા ડોક્ટરો ઉમેરાશે.જેનો ફાયદો સમગ્ર દેશ ભર ના આમ લોકો ને થશે ગામડા ભાંગત અટકશે પરોક્ષ કે પ્રત્યેક્ષ લોક સ્વાસ્થ્ય સુધરશે અગણિત ફાયદા ઓ થશે સારા તબીબ ગામડા ઓમાં હશે તો અન્ય શિક્ષિત લોકો ગામડા માં વસવાટ કરશે શિક્ષણ સબંધી સ્થિતિ સુધરે આવા અનેક ફાયદા થશે 

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image