અમરેલી તાલુકાના ચીતલ ગામના ખુનના ગુનામાં વચગાળાના જામીન બાદ ૮ વર્ષથી ફરાર કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. - At This Time

અમરેલી તાલુકાના ચીતલ ગામના ખુનના ગુનામાં વચગાળાના જામીન બાદ ૮ વર્ષથી ફરાર કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.


અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા અમરેલી તાલુકા પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૪૩/૨૦૧૧, આઈ.પી.સી. કલમ ૩૦૨, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે કાચા કામના કેદી નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ આધારે તા.૨૭/૦૧/૨૦૧૬ ના રોજ વચગાળાના જામીન ઉપર મુક્ત થયેલ હોય અને મજકુર કેદીને તા.૨૯/૦૨/૨૦૧૬ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ તે જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હોય, મજકુર કેદીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે ગઈ કાલ તા.૨૦/૦૬/૨૦૨૪ ના રોજ ભુજ ખાતેથી પકડી પાડી, રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે મોકલી આપેલ છે
રિપોર્ટ - અશ્વિન બાબરીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.