સીપીએમ દ્વારા સાર્વજનિક હોસ્પિટલમાં સસ્તી સારવાર મામલે આવેદનત્ર આપવામાં આવ્યું. - At This Time

સીપીએમ દ્વારા સાર્વજનિક હોસ્પિટલમાં સસ્તી સારવાર મામલે આવેદનત્ર આપવામાં આવ્યું.


આજરોજ સીપીએમ પક્ષ તરફથી સાર્વજનિક હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગ ને સારી અને સસ્તી સારવાર મળે તે હેતુથી તેમજ કેસ ફી ₹50 અને ડોક્ટરખર્ચ તેમજ ટ્રસ્ટનો ખર્ચ 6000 પ્રમાણે કુલ 12 હજાર રૂપિયા જનતા પાસેથી વસૂલવામાં આવે છે તેના વિરોધમાં જિલ્લા કલેકટર અને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્ર આપવા માટે સીપીએમ ના જિલ્લા મંત્રી ડી.આર જાદવ જિલ્લા સમિતિના સભ્યો ભલાભાઇ ખાંટ દિલીપભાઈ ભરાડા ની આગેવાનીમાં હા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ ટ્રસ્ટ અને હોસ્પિટલ મારફતે ગરીબ જનતા પાસેથી જે ચાર્જ વસૂલવામાં આવે છે તે દૂર નહીં થાય તો આગામી સમયની અંદર સાર્વજનિક હોસ્પિટલ આગળ ધરણા અને દેખાવ નો કાર્યક્રમ યોજવામાં આવશે.
જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.