જસદણ નગરપાલિકા દ્વારા હીટવેવને ધ્યાનમાં રાખીને રખડતા પશુઓ માટે છાંયડાની વ્યવસ્થા ઉભી કરાઈ - At This Time

જસદણ નગરપાલિકા દ્વારા હીટવેવને ધ્યાનમાં રાખીને રખડતા પશુઓ માટે છાંયડાની વ્યવસ્થા ઉભી કરાઈ


શહેરભરમાં રસ્તે રઝળતા પશુઓને પકડીને જૂની પાલિકાના ગ્રાઉન્ડમાં રાખવામાં આવી રહ્યા છે. સ્વયંસેવી સંસ્થા અને સરકારી પશુ ચિકિત્સક દ્વારા હીટવેવને ધ્યાનમાં રાખીને પશુઓની નિયમિત મેડીકલ ચકાસણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

જસદણ શહેરભરમાં રસ્તે રઝળતા આખલાઓના અસહ્ય ત્રાસથી નગરજનોને મુક્ત કરવા માટે પાલિકા દ્વારા જૂની નગરપાલિકાના ગ્રાઉન્ડમાં શહેરભરમાં રસ્તે રઝળતા આખલાઓને પાલિકા દ્વારા એક ટીમ બનાવીને રાત્રીના સમયે પકડી તેને નંદીઘરમાં રાખવામાં આવી રહ્યા છે. નંદીઘરમાં આખલાઓ માટે પીવાના પાણીની અને ઘાસચારા તેમજ મેડીકલ ચકાસણી સહિતની જીવદયાની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. હાલ જસદણની જૂની નગરપાલિકાના ગ્રાઉન્ડમાં નાનામોટા 170 જેટલા પશુઓનો નિભાવ પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને અહી હાલ કામ ચલાઉ પોલ ઉભા કરી અને છાંયડાની વ્યવસ્થા તેમજ પશુઓ માટે પાણી અને ઘાસચારાની પૂરતી વ્યવસ્થા જસદણ પાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખ, અધિક મદદનીશ ઈજનેર એસ.બી.રાવલ, ક્લાર્ક મજીદભાઈ ગાંધી, બાંધકામ શાખાના મુકુલભાઈ મહેતા અને હેડ ક્લાર્ક એસ.એમ.ડાભી સહિતના કર્મીઓ દ્વારા ઉભી કરવામાં આવેલ છે.

હીટવેવમાં કોઈ પશુઓ મૃત્યુ ન પામે તે માટે આગોતરી તૈયારીઓ હાથ ધરાઈ.

રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે અનેક લોકોને ગરમીમાં લુ લાગતા બેભાન થઈ જતા સારવારમાં ખસેડવામાં આવ્યા હોવાના કિસ્સાઓ બની રહ્યા છે. ત્યારે જસદણમાં જૂની નગરપાલિકાના ગ્રાઉન્ડમાં આશરો લેતા આખલાઓને હીટવેવના લીધે જીવ ગુમાવવાનો વારો ન આવે તે માટે જસદણ નગરપાલિકા દ્વારા ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને અહી હાલ કામ ચલાઉ પોલ ઉભા કરી અને છાંયડાની વ્યવસ્થા તેમજ પશુઓ માટે પાણી અને ઘાસચારાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જસદણ પાલિકાની આ કામગીરીની જીવદયા પ્રેમીઓ અને નગરજનો સરાહના કરી રહ્યા છે.

સરકારી પશુ ચિકિત્સક દ્વારા હીટવેવને ધ્યાનમાં રાખીને પશુઓની નિયમિત મેડીકલ ચકાસણી પણ કરવામાં આવે છે: રાજુભાઈ શેખ-ચીફ ઓફિસર,જસદણ નગરપાલિકા.

જસદણ નગરપાલિકા દ્વારા શહેરભરમાં રસ્તે રખડતા ઢોરને પકડીને હાલ કામ ચલાઉ વ્યવસ્થા તરીકે જૂની નગરપાલિકાના ગ્રાઉન્ડમાં રાખવામાં આવે છે અને તેનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. જેમાં હાલ 170 જેટલા રખડતા ઢોર પકડીને રાખવામાં આવેલા છે. ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને ત્યાં હાલ કામ ચલાઉ પોલ ઉભા કરી અને છાંયડાની વ્યવસ્થા તેમજ પશુઓ માટે પાણી અને ઘાસચારાની પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. ઉપરાંત સ્વયંસેવી સંસ્થા અને સરકારી પશુ ચિકિત્સક દ્વારા હીટવેવને ધ્યાનમાં રાખીને પશુઓની નિયમિત મેડીકલ ચકાસણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આ છાંયડાની વ્યવસ્થા ઉભી કરાતા તેમાં પશુઓ ગરમીથી અને તડકાથી બચવા માટે આશરો મેળવી શકશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.