હિંમતનગરના ટાવર રોડ અને ડૉ.ગાંધી રોડને જોડતા મોડલ રોડ નુ અટકેલુ કામ ફરી શરૂ કરવામા આવશે
સાબરકાંઠા જીલ્લા ના હિંમતનગર શહેરના હાર્દ સમા ટાવર રોડ અને ડૉ.ગાંધી રોડને જોડતા 350 મીટરના માર્ગને મોડલ રોડ બનાવવાની કામગીરી અટકી ગયા બાદ સાત મહીના જેટલો સમય વીતી ગયા પછી આગામી બે ત્રણ દિવસમાં બાકી 130 મીટરના રોડનુ કામ ફરી ચાલુ થનાર હોવાનું અને ચોમાસા પહેલા પહેલા કામ પૂર્ણ કરી દેવામાં આવનાર હોવાનું પાલિકા બાંધકામ વિભાગ ધ્વારા જાણવા મળી રહ્યું છે.
1.70 કરોડના ખર્ચે 350 મીટરનો નવો રોડ બનાવવાનું શરૂ કરાયું હતું અને ગયી નવરાત્રીમાં 220 મીટરનો રોડ બનાવી કોઇ કારણોસર કામ અધૂરૂ છોડી દેવાયું હતું. કામ અધૂરું છોડવા પાછળ કન્સલ્ટીંગ એજન્સી અને પાલિકાના એન્જીનીયરોની બેદરકારી બહાર આવી હતી. જેટલુ કામ પૂર્ણ થયું છે તેમાં 600 મીમીની ટ્રેન્ચ બંને બાજુ લગાવાઈ છે અને 5.70 મીટરનો રોડ ઉપલબ્ધ રહ્યો છે. 220 મીટરથી આગળ રસ્તો સાંકડો થઈ જાય છે અને 600 મીમીની ટ્રેન્ચ લગાવાય તો વન વે કરવો પડે તેવી સ્થિતિ છે. જેને પગલે 450 મીમી ની ટ્રૅન્ચ લગાવવાનો નિર્ણય લેવાયા બાદ કમિશ્નર કચેરીની મંજૂરી લેવામાં સાત મહીના જેટલો સમય વીતી ગયો છે. પરંતુ હવે વેપારીઓને આતુરતાનો અંત આવ્યો છે. બાંધકામ સમિતિના ચેરમેન ડીકૂલભાઈ ગાંધીએ જણાવ્યું કે બે-ત્રણ દિવસમાં માર્કીંગ કર્યા બાદ રસ્તાનુ કામ ચાલુ કરવાનુ એજન્સીને સૂચના આપી દેવાશે.
(રીપોર્ટર સદ્દામ મનસુરી)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.