તંત્રની ઘૉર બૅદરકારી જસદણની ભાદર નદીને ગાંડીવેલનું ગ્રહણ લાગ્યું, પર્યાવરણ સુરક્ષાના નામે મીંડું
તંત્રની ઘૉર બૅદરકારી જસદણની ભાદર નદીને ગાંડીવેલનું ગ્રહણ લાગ્યું, પર્યાવરણ સુરક્ષાના નામે મીંડું
જસદણની મધ્યમાંથી પસાર થતી જૂની ભાદર નદી પર ગાંડીવેલની વણઝાર આમ તો જોવી ગમે. પરંતુ વાસ્તવિકતા જોઈએ તો આ વેલ થકી આ પાણી કોઈ કામનું રહેતું નથી. પશુઓ માટે આ પાણી પીવાલાયક પણ રહેતું ન હોય તો આ પાણી શું કામનું તેવા સવાલો જાગૃત લોકોમાં ઉપસ્થિત થાય છે. એકબાજુ વર્ષોથી જસદણની ભાદર નદીમાં આખા શહેરનો કચરો ઠાલવી વધુને વધુ ગંદુ પાણી કરી નગરજનો જ રોગચાળો ફેલાવી રહ્યા છે. છતાં જસદણ નગરપાલિકાના જવાબદારો દર વર્ષે હરખભેર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પણ કરે છે અને પર્યાવરણની સુરક્ષા માટે કરાતી જાહેરાતો માત્ર ફોટોસેશન માટે જ કરાતી હોય તેવું આ ચિત્ર પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. હાલ ગાંડીવેલ જાણે કે ગાંડીતૂર બની હોય તેમ ભાદર નદીને પણ નહી છોડતા પર્યાવરણ સુરક્ષાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. હાલ જસદણની ભાદર નદીને ગાંડીવેલનું ગ્રહણ લાગી ચુક્યું છે. છતાં જસદણ નગરપાલિકા તંત્ર પર્યાવરણની જાળવણી માટે આગળ આવવા માટે તૈયાર નથી.
રિપોર્ટર નરૅશ ચૉહલીયા જસદણ
મૉ 9662480148
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.