કમલમ’માં કન્ટ્રોલ રૂમમાં સતત ધમધમાટ: ફરિયાદનો ધોધ
આજે સમગ્ર ગુજરાતભરમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાઈ ગઈ ત્યારે ચૂંટણી અન્વયે સૌરાષ્ટ્ર ઝોન તથા રાજકોટ નો કંટ્રોલ રૂમ શહેર ભાજપ કાર્યાલય, કમલમ ખાતે કાર્યરત રહયો હતો ત્યારે રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા વહેલી સવારથી જ કમલમ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહયા હતા. તેમજ આ તકે અરવીંદભાઈ રૈયાણી, જીતુભાઈ મહેતા પણ સાથે રહયા હતા, અને લીગલ સેલના અંશ ભારધ્વાજ, હિતેશ દવે, કિરીટ પાઠક, કમલેશ ડોડીયા, પી.સીં. વ્યાસ, આબીદ સોશન, પરેશ ઠાકર, દીપ વ્યાસ, અજય જોષી સહીતની લીગલ ટીમ સતત ખડેપગે રહી હતી. અને શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી મુખ્ય ચૂંટણી અધિકારી, ગાંધીનગર તેમજ રાજકોટના ચૂંટણી અધિકારી, પોલીસ અધિકારી, કલેકટરને ઈમેઈલ ધ્વારા સીધી ફિરયાદ કરવામાં આવી હતી.આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર સહિતના અગ્રણીઓ ચૂંટણીમાં વધુ ને વધુ મતદાન થાય તે માટે કાર્યર્ક્તાઓના સતત સંપર્કમાં રહયા હતા.
વિવિધ શ્રેણીના કાર્યર્ક્તાઓ એ તમામ બુથમાં વધુને વધુ મતદાન કરાવી લોકશાહીના પાવન પર્વને નિભાવી અને તેમની મહેનત રંગ લાવી હતી.ત્યારે શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે ચૂંટણી લક્ષાી વ્યવસ્થાઓ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, મીડીયા સેલના રાજન ઠકકર, કાર્યાલય પિરવારના રામભાઈ પટેલ, નલહરી પંડિત, જગદીશ ધેલાણી, હિતેશભાઈ ગોસ્વામી સહીતનાએ સંભાળી હતી.તેમજ વિધાનસભા ના મધ્યસ્થ કાર્યાલય ખાતે અનીલભાઈ પારેખ, મનસુખ પીપળીયા, સમીર પરમાર, રાજુભાઈ રાઠોડ, ચેતન રાવલ, ભાવીન ધોળકીયા સહીતનાએ જહેમત ઉઠાવી હતી.
તેમજ ચૂંટણીલક્ષાી કામગીરી કાર્યાલય ખાતેથી પ્રવીણભાઈ ડોડીયા, રમેશભાઈ જોટાંગીયા, પંકજભાઈ ભાડેશીયા, રાજુભાઈ કુંડલીયાએ સંભાળી હતી.તેમજ મીડીયાની વ્યવસ્થા સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવએ સંભાળેલ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.