અંકલેશ્વર પાસે ના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ અનંત ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ માં માટી પુરાણ અંગે ઉઠ્યા સવાલ માટી પુરાણ કરી રહેલા ઈસમ પાસે નૌગામ ના સરપંચે  રોયલ્ટી કે અન્ય પુરાવા માગ્યા તો માથાકૂટ કરી માર માર્યો : શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવાની સાથે અંકલેશ્વર મામલતદાર માં પણ ફરિયાદ કરાઈ - At This Time

અંકલેશ્વર પાસે ના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ અનંત ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ માં માટી પુરાણ અંગે ઉઠ્યા સવાલ માટી પુરાણ કરી રહેલા ઈસમ પાસે નૌગામ ના સરપંચે  રોયલ્ટી કે અન્ય પુરાવા માગ્યા તો માથાકૂટ કરી માર માર્યો : શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવાની સાથે અંકલેશ્વર મામલતદાર માં પણ ફરિયાદ કરાઈ


અંકલેશ્વર પાસે ના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ અનંત ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ માં માટી પુરાણ અંગે ઉઠ્યા સવાલ
માટી પુરાણ કરી રહેલા ઈસમ પાસે નૌગામ ના સરપંચે  રોયલ્ટી કે અન્ય પુરાવા માગ્યા તો માથાકૂટ કરી માર માર્યો : શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવાની સાથે અંકલેશ્વર મામલતદાર માં પણ ફરિયાદ કરાઈ

11.02   અંકલેશ્વર

નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ અનંત ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ માં માટી પુરાણ અંગે સવાલ ઉઠી રહ્યા છે. માટી પુરાણ કરી રહેલા ઈસમ પાસે નૌગામ ના ગામના સરપંચે  રોયલ્ટી કે અન્ય પુરાવા માગ્યા તો સરપંચ સાથે માથાકૂટ કરી માર માર્યો હોવાની ફરિયાદ થઇ છે. સરપંચ  દ્વારા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવાની સાથે અંકલેશ્વર મામલતદાર માં પણ ફરિયાદ કરાઈ હતી.

અંકલેશ્વર તાલુકાના નૌગામ ગામની સીમમાં અનંત ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ આવ્યો છે. ગત રોજ ડમ્પર વડે માટી ઠાલવવામાં આવી રહી હતી. દરમિયાન ત્યાંથી પસાર થતા નૌગામા ના સરપંચ  સહદેવ ભાઈ વસાવા એ ડમ્પર ને ગેટ બહાર અટકવી કોના દ્વારા ખાલી કરવામાં આવી રહ્યું છે અને રોયલ્ટી છે કે કેમ તેમ પૂછવામાં આવ્યું હતું . જે અંગે ડમ્પર ટ્રક ચાલક દ્વારા આ માટી ખાલી કરનાર ઝગડીયા ના ખરચી  ગામ ખાતે રહેતા બિપિન વસાવા ને જાણ કરી હતી જે ફોન આવ્યા બાદ બિપિન વસાવા સ્થળ પર દોડી આવ્યા હતા અને શું સત્તા છે. તું અહીંયા આવીને કેમ મારી ગાડી ઓ રોકે છે. તેમ સવાલ કરી અચાનક ઉશ્કેરાઇ જઈ ને સરપંચ સહદેવ વસાવા ને ગાળો આપી હતી એટલું જ અહીં માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા આ અંગે અંતે સહદેવભાઈ વસાવા દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી તો  નૌગામા ગામના સહદેવ વસાવા  સહીત આસપાસ ના ગામો ના સરપંચો દ્વારા આ અંગે અંકલેશ્વર મામલતદાર ને પણ આવેદનપત્ર આપી તપાસની માગ સાથે  મુખ્યમંત્રી ને પણ લેખિત રજુઆત કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.