રાજકોટના લોકમેળામાં વધુ એક દુર્ઘટના, મોત ના કુવા માં કાર ખાબકી… - At This Time

રાજકોટના લોકમેળામાં વધુ એક દુર્ઘટના, મોત ના કુવા માં કાર ખાબકી…


રાજ્યમાં ઠેર ઠેર લોકમેળાનું આયોજન થયું છે જેમાં ખુબ ભારે માત્રમાં ભીડ એકથી થાય છે. ત્યારે રાજકોટમાં લોકમેળાનું ખુબ જ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે, આ મેળામાં લોકોના ટોળેટોળા ઉમટી પડે છે. અને લોકો ત્યાં રાખેલ બધી રાઇડ્સની માજા માણે છે ત્યારે રાજકોટના લોકમેળામાં ફરી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જેમાં મોતના કૂવામાં એક કાર નીચે ખાબકી હતી.

મળતી માહિતી પ્રમાણે રાજકોટના લોકમેળામાં આવેલા એક મોતના કૂવામાં દુર્ઘટના બની છે. બાઈક અને કારના સ્ટંટ જોવામાં લોકો મગ્ન હતા. જેમાં ચાલુ મોતના કૂવામાં એક કાર નીચે ખાબકી હતી. ચાલુ મોતના કૂવામાં કારનું ટાયર નીકળી ગયું હતું, જે બાદમાં કાર સીધી નીચે ખાબકી હતી. જો કે, સદનસિબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. આ અંગેનો વિડિઓ પણ સામે આવ્યો છે.

મહત્વનું છે કે ત્રણ દિવસ પહેલા રાજકોટના આ જ લોકમેળામાં બ્રેક ડાન્સની રાઈડમાં એક યુવક નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના નો વિડિઓ 19 ઓગસ્ટે સામે આવ્યો હતો જ્યાં લોકમેળામાં બ્રેક ડાન્સ રાઇડ્સ એક યુવક માટે જોખમી સાબિત થઇ હતી જેમાં બ્રેક ડાન્સ રાઇડ્સમાં યુવક બરાબરનો પટકાયો હતો ત્યારે રાઇડ્સ દરમિયાન યુવક પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી જે બાદ યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon