ઢસા જંકશન ખાતે આર.જે.એચ હાઇસ્કુલમાં પોકસો એક્ટ કાયદાકીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો
(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા)
ઢસા જંકશન ખાતે જિલ્લા કલેકટર જેન્સી રોય મેડમ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી ઇજાજ મન્સૂરી તથા પોલીસ વડા કે.એફ બલોળીયાનાં માર્ગદર્શન હેઠળ આર.જે.એચ હાઇસ્કુલમાં પોકસો એક્ટ કાયદાકીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તારીખ 25 નવેમ્બર થી 10 ડિસેમ્બર સુધી લિંક આધારિત હિંસા નાબુદી અભિયાનહેઠળ જાગૃતિ કાર્યક્રમના અનુસંધાને pbsc કાઉન્સેલર રીના વ્યાસ અને રિંકલ મકવાણા દ્વારા પોકસો એક્ટ તેમજ pbsc વિશે સમજ કરવામાં આવી. મહિલા પો.સ્ટેશનના ઇન્ચાર્જ થાણા અધિકારી એડી વ્યાસ દ્વારા મહિલાઓને લગતી સુરક્ષા પોલીસની મદદ વિશે સમજાવેલ. મહિલા પો.સ્ટે શી ટીમ સાયબર સેફટી વિશે સુરપાલસિંહએ માહિતી આપી તેમજ વ્હાલી દીકરી યોજના ગંગા સ્વરૂપા પુનઃલગન વિધવા સહાય અને બીજી યોજનાકિય માહિતી મહિલા બાળ અધિકારીની કચેરી dhew માંથી મહેશ ભાઈ સોલંકીએ આપી હતી. 181 મહિલા અભયમ વિશે કાઉન્સેલર જલ્પા પરમાર દ્વારા સમજાવેલ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય મહિલાઓને લગતી સુરક્ષા બાબતે જેમાં હેલ્પલાઈન જેવી કે 181, 100, 1098, 1930 osc સંકટ સખી એપ્લિકેશન વગેરે સેવાઓથી અવગત કરાવી જરૂર સમયે મદદ લેવા માટે અનુરોધ કરેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન pbsc કાઉન્સેલર કરવામા આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.