જસદણ ન્યાયાલય દ્વારા જસદણ શહેરની સરકારી મોડલ સ્કૂલમાં કાયદાકીય-કાનૂની લીગલ સેમીનારનું આયોજન કરવામાં આવેલ
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં આવેલ સરકારી મોડલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે કાયદાકીય કાનૂની માર્ગદર્શન માટે લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પૂર્ણકાલીન સચિવ અધિક સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એમ.ગોહેલના સહયોગ દ્વારા જસદણ ન્યાયાલયના તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એન.દવે તથા એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી.એ.ઠક્કર તથા જસદણ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી જે. એ. સોયા ના માર્ગદર્શનથી જસદણ શહેરની સરકારી મોડલ સ્કૂલમાં કાયદાકીય કાનૂની લીગલ સેમીનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્કૂલના કર્મચારીગણે ભાગ લીધેલ. આ સેમિનારમાં સ્કૂલના પ્રિન્સિપાલશ્રી નેહામેડમ, સોનમ મેડમ તથા એડવોકેટ જલ્પાબેન ડી. કુબાવત હાજર રહેલ. આ લીગલ સેમિનારમાં કાયદાકીય કાનૂની માહિતી માર્ગદર્શન જસદણ ન્યાયાલયના તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના લીગલ વિભાગના પેનલ એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ આપેલ. આ સેમિનારના અંતે વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નોત્તરી કરવામાં આવેલ અને તેના સરળ ભાષામાં વિદ્યાર્થીઓને જવાબો એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા આપેલ અને સમજાવે. આ સેમિનારના અંતે મોડલ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા આવો લીગલ સેમીનાર કરી વિદ્યાર્થીઓની માહિતી માર્ગદર્શન આપવા માટે આવેલ એડવોકેટ પ્રકાશ પ્રજાપતીની સાથે જસદણ ન્યાયાલયનો આભાર વ્યકત કરેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.