ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ચેસ ભાઈઓ બહેનો ની સ્પર્ધા નું ડીસા ખાતે શુભારંભ - At This Time

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ચેસ ભાઈઓ બહેનો ની સ્પર્ધા નું ડીસા ખાતે શુભારંભ


દર વર્ષે ડીસાની ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અનેક રમત ગમતો નું આયોજન થતું હોય છે એમ આ વર્ષે પણ ડીસા કોલેજમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ચેસ ભાઈઓ બહેનો ની સ્પર્ધા નું આયોજન ડીસા કોલેજમાં તારીખ 26 27 ઓગસ્ટ 2022 ના રોજ યોજાયું જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને બનાસકાંઠાની જુદી જુદી 40 કોલેજના 60ભાઈઓ અને 40 બેહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ સ્પર્ધામાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ડીસાના જાણીતા પર્યાવરણવાદી ડો.નવીનકાકા , કેમ્પસ નિયામક શ્રીછગનભાઈ પટેલ કોલેજ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી ટીબી આઝાદ યુનિવર્સિટી બોર્ડ ઓફ સ્પોર્ટ્સના સભ્ય શ્રીબી એન પટેલ નિર્ણાયક અનિલ પટેલ, ઝાલા સાહેબ વગેરે મહાનુભાવો હાજર રહેલ.આ સ્પર્ધા સ્વિસ મેથડથી રમાશે.આ સ્પર્ધાનું સુંદર અને સફર આયોજન ડીસા કોલેજના સ્પોર્ટસ વિભાગના અધ્યક્ષ ડો. આર ડી ચૌધરી કરેલ
કોલેજના ટ્રસ્ટ્રીશ્રીઓએ તમામ ખેલાડીઓને સ્પર્ધાની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી આયોજકોને અભિનંદન પાઠવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon