2025ના વર્ષની સહકારિતા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે
*સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સહકાર થી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશ ની વિવિધ કાર્યકારી મંડળીઓ ના શુભારંભ કાર્યક્રમ નું લાઈવ સ્ટ્રિમિંગ કાર્યક્રમ યોજાયો*
*2025ના વર્ષની સહકારિતા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે*
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ધારાસભ્ય શ્રી વી ડી ઝાલાની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો હતો.
પૂર્વ વડા પ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજી ના જન્મ દિન ને સુશાસન દિન તરીકે મનાવવામાં આવે છે. જે અંતર્ગત આજે દેશમાં ૧૦ હજાર જેટલી નવીન પેકસ, દૂધ અને મત્સ્ય સહકારી મંડળીઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ૫૧૩ જેટલી મંડળીઓ ગુજરાતમાં શુભારંભ થયો.
સહકાર થી સમૃદ્ધિ થકી ગામડાનાં ખેડૂતો, પશુપાલકો, મહિલાઓને સશક્ત બનાવવા માટે સહકારી મંડળીઓનું માળખું વધુ મજબૂત બનાવવા રાજ્ય અને કેન્દ્ર સરકાર હરહંમેશ તત્પર રહે છે.
સાબરકાંઠા જિલ્લાના ગામડાની સારી પ્રવૃતિ કરનારી સહકારી મંડળીઓનું સન્માન કરાયું હતું.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિત શાહે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી દેશની ૧૦ હજાર મંડળીઓનો શુભારંભ કરાવતા જણાવ્યું કે, દરેક ગામડાઓમાં એટીએમની સુવિધા માઈક્રો એટીએમ રૂપે કેસીસી કાર્ડ, દરેક ગ્રામ પંચાયતમાં બહુ ઉદ્દેશી સહકારી સમિતિની રચના કરી મહિલાઓ, ખેડૂતો, પશુપાલકોને સશક્ત કરવામાં આવશે. નવા પેક્સના ગઠન કરી તેમણે કાર્યરત કરવામાં આવશે. આ પેક્સ દ્વારા ગામડાનાં લોકોને વિવિધ સેવાઓ જેવી કે રેલ, વિમાન બુકિંગ, પાક ખરીદ વેચાણ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં મદદ કરશે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમ થી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લાના સહકારી અગ્રણી શ્રી મહેશ પટેલ, જેઠાભાઈ પટેલ,જસુભાઈ પટેલ,તથા અન્ય સહકારી અગ્રણીઓ તેમજ વિવિધ મંડળીઓના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આબીદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.