જુગાર ક્લબમાં દરોડો :ધ્રોલના એક સહિત પાંચ ઝબ્બે
રાજકોટના મોટામવામાં મકાનમાં બાંધબારણે બહારથી જુગારીને બોલાવી ચાલતી જુગાર ક્લબમાં દરોડો પાડી ધ્રોલના એક સહીત પાંચ શખશોને શહેર ક્રાઇમ બ્રાન્ચે રૂ.34 હજારની રોકડ સાથે દબોચ્યા હતા. દરોડાની વિગત અનુસાર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વાય.બી.જાડેજા અને જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન ડી ડામોર ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં
ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વિજયગીરી ગોસ્વામી અને પ્રદીપસિંહ જાડેજાને મળેલ ચોક્કસ બાતમીના આધારે કાલાવડ રોડ પર આવેલ મોટામવામાં રામજી મંદિર પાસે રહેતા સંજય સિંધા ગોલતરના મકાનમાં બાંધબારણે ચાલતી જુગાર ક્લબમાં દરોડો પાડી જુગાર રમતાં સંજય સિંધા ગોલતર, રતા લઘુ ગોલતર (રહે. લક્ષ્મીના ઢોરે મોટમવા), શૈલેષ દલપત વ્યાસ (રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નં 1), રાહુલ બોદા વકાતર (રહે.પંચરત્ન પાર્ક, મોટામવા પાસે ) અને સિંધા ભીમા ઠુંગા (રહે. ખેંગારકા, ધ્રોલ )ને રૂ.34 હજારની રોકડ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.