( ડભોઇ નગરપાલિકા ખાતે પ્રમુખના હસ્તે ) ” ૭૬ – માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી : પ્રાંગણ રાષ્ટ્રગીતના ગાનથી ગૂંજી ઉઠી “
રિપોર્ટ -નિમેષ સોની, ડભોઈ
આજે ૧૫મી ઓગસ્ટની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. ત્યારે ડભોઇ નગરપાલિકા કચેરીથી સવારે ૭ : ૩૦ કલાકે પ્રભાતફેરી યોજવામાં આવી હતી અને નગરમાં આવેલ ક્રાંતિવીરોની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા બાદ એ.પી.એમ.સી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પહોંચી હતી.
ત્યારબાદ ડભોઇ નગરપાલિકાના પટાંગણમાં પાલિકાના પ્રમુખ કાજલબેન દુલાણીના વરદ હસ્તે ડભોઇ નગરપાલિકા પટાંગણમાં આન - બાન - શાન સાથે આદરપૂર્વક ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લહેરાવી સન્માનપૂર્વક સલામી આપવામાં આવી હતી, સમગ્ર વાતાવરણ વંદે માતરમ્, ભારત માતા કી જયના નારાઓથી ઉઠી ગુંજી ઉઠ્યું હતું. રાષ્ટ્રગીત જન - ગણ - મન લયબદ્ધ રીતે ગવાયું હતું.
આ કાર્યક્રમમાં ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નગરપાલિકાનો સ્ટાફગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં અને સફળતાપૂર્વક આ કાર્યક્રમને સંપન્ન કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.