રાજકોટ મહાનગરપાલિકા RSCDL તથા આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય વચ્ચે કરાર.
રાજકોટ શહેર તા.૭/૩/૨૦૨૫ ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા દેશના ૧૦૦ સ્માર્ટ સિટીઝ માટે CITIIS 2.0 (CITY INVESTMENT TO INNOVATE, INTEGRATE AND SUSTAIN 2.0) પ્રોગ્રામ નક્કી કરવામાં આવેલ અને તેમાં ઇન્ટીગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સંબંધી પ્રોજેક્ટ રજુ કરનાર ૧૦૦ સ્માર્ટ સિટી પૈકી બેસ્ટ પ્રોજેક્ટ તૈયાર કરવા ચેલેન્જ રાઉન્ડ દ્વારા ૧૮ શહેરોની પસંદગી કરવામાં આવેલ હતી તેમાં ગુજરાતમાંથી એક માત્ર રાજકોટ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ “RISE” ની CITIIS 2.0 (CITY INVESTMENT TO INNOVATE, INTEGRATE AND SUSTAIN 2.0) પસંદગી થયેલ હતી. આ અનુસંધાનમાં તાજેતરમાંતારીખ 3,4 અને 5મી માર્ચ, 2025 દરમ્યાન જયપુર, રાજસ્થાન ખાતે યોજાયેલી એશિયા-પેસિફિક રિજિયનની 12મી રિજિયોનલ “3R અને સર્ક્યુલર ઈકોનોમી ફોરમ”માં રાજકોટ મહાનગરપાલિકા વતી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સી.કે.નંદાણી દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના માનનીય મનોહરલાલ ખટ્ટર, CITIIS 2.0 પ્રોજેકટના સ્ટેક હોલ્ડર્સ, ગુજરાત રાજ્ય સરકાર વતી રેમ્યા મોહન, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીસ-એડમિનિસ્ટ્રેશન, ગુજરાતની હાજરીમાં CITIIS 2.0 પ્રોજેકટના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિ. દ્વારા કરાર કરવામાં આવ્યા હતા. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકાને કચરા એકત્રિકરણ અને તેના કમ્પ્લીટ પ્રોસેસિંગ સહિતની પ્રક્રિયા થકી સમગ્ર કચરા વ્યવસ્થાપન પ્રણાલીને વધુ મજબૂત બનાવવા રૂ.૧૩૫ કરોડની ગ્રાન્ટ મળશે. જયપુર ખાતેની આ કોન્ફરન્સમાં કમિશનર તુષાર સુમેરાએ રાજકોટમાં હવે પછીના સમયમાં કચરા વ્યવસ્થાપન કઈ રીતે કાર્ય કરશે તે વિશે વિસ્તૃત અહેવાલ આપેલ. CITIIS 2.0 એ એકીકૃત કચરો વ્યવસ્થાપન અને પર્યાવરણ સંરક્ષણ માટેની એક મુખ્ય પહેલ છે. 3R (Reduce, Reuse, Recycle) ફોરમમાં ભારત સરકારના “સ્માર્ટ સિટી મિશન” હેઠળ ફ્રેંચ ડેવલોપમેન્ટ એજન્સી અને યુરોપીયન યુનિયનની મદદથી CITIIS 2.0 હેઠળ પસંદગી પામેલા 18 શહેરો માટે પ્રોજેકટના અમલીકરણ માટે કરાર કરવામાં આવ્યા હતાં. કેન્દ્ર સરકારનો હેતુ તમામ ૧૮ શહેરોમાં સંપૂર્ણ પ્રક્રિયા પ્રોસેસિંગ સિચ્યુરેશન એટલે કે ૧૦૦% અમલીકરણ થાય તે છે, આવનારા પ વર્ષમાં કેન્દ્ર સરકારના માર્ગદર્શન અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેનું અમલીકરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત પર્યાવરણની જાળવણી અને જે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે તે ૧૦૦% પર્યાવરણને અનુરૂપ રહેશે. આ 12મી રિજિયોનલ ફોરમનું આયોજન “સ્વચ્છ ભારત મિશન અર્બન, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જાપાનના પર્યાવરણ મંત્રાલય, UN ESCAP, UNCRD, UNDSDG અને UNDESA ના સહયોગથી આયોજિત કરવામાં આવી હતી. જેમાં ભારત સરકાર વતી મુખ્ય મહેમાન તરીકે મનોહરલાલ ખટ્ટર (મંત્રી,આવાસ અને શહેરી બાબતો), તોખાન સાહુ (રાજ્ય મંત્રી,આવાસ અને શહેરી બાબતો), ભુપેન્દ્ર યાદવ (મંત્રી, વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય) અર્જુનરામ મેઘવાલ (કાયદો અને ન્યાય મંત્રી), ભજનલાલ શર્મા (મુખ્ય મંત્રી, રાજસ્થાન), કૈલાસ વિજયવર્ગીય (કેબિનેટ મંત્રી, મધ્ય પ્રદેશ)હાજર રહ્યા હતા. ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા યુનાઈટેડ નેશન્સ અને તેની સહયોગી સંસ્થાઓની સાથે મળીને તારીખ 3,4 અને 5મી માર્ચ, 2025ના રોજ જયપુર, રાજસ્થાન ખાતે એશિયા-પેસિફિક રિજિયનની 12મી રિજિયોનલ “3R અને સર્ક્યુલર ઈકોનોમી ફોરમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. ફોરમનાં ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનાં મંત્રી તથા રાજસ્થાનનાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત સોલોમન આઇલેન્ડ, તુવાલુ, માલદિવ્સ અને જાપાન જેવા દેશોના આંતરરાષ્ટ્રીય મહાનુભાવો સહીત એશિયા પેસિફિક રિજીયનના અલગ અલગ દેશોમાંથી ૪૦૦ કરતાં વધુ ડેલિગેટ્સ અને સરકારની સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ ફોર્મ સ્થાયી કચરા વ્યવસ્થાપન અને સર્ક્યુલર ઇકોનોમી ક્ષેત્રે નવી પહેલો માટે પ્રાદેશિક સહકારમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. આ ફોરમ નીતિ ઘડવૈયાઓ, ઔદ્યોગિક અગ્રણીઓ, સંશોધકો અને વિકાસનાં ભાગીદારો માટે કચરાના વ્યવસ્થાપન અને સંસાધન દક્ષતા માટે સ્થાયી સમાધાનોની ચર્ચા કરવા અને તેનો અમલ કરવા મહત્વપૂર્ણ મંચ પ્રદાન કરે છે. એશિયા-પેસિફિક પ્રદેશના અર્થતંત્રો ઝડપી શહેરીકરણ અને ઔદ્યોગિકરણનો અનુભવ કરી રહ્યા હોવાથી સર્ક્યુલર ઇકોનોમી મોડેલ તરફ સ્થળાંતર કરવાની જરૂરિયાત અંગે આ ફોરમ મહત્વનુ માધ્યમ બની રહ્યું છે. આ ફોરમ Reduce, Reuse અને Recycle (3R)ના સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેનો ઉદ્દેશ સ્થાયી ઉત્પાદન અને વપરાશની પદ્ધતિઓ માટે રોડ મેપ તૈયાર કરવાનો છે. Reduce (ઘટાડો) જેટલું શક્ય હોય તેટલું કચરો અને ઉર્જાનો વપરાશ ઘટાડવો. ઉદાહરણ તરીકે, અનાવશ્યક પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો, ઓછા પેકેજિંગવાળા ઉત્પાદનો પસંદ કરવાં. Reuse (ફરીથી વાપરો) વસ્તુઓને ફેંકી ન દેતા, ફરીથી ઉપયોગમાં લેવા માટે પ્રયત્ન કરવો. ઉદાહરણ તરીકે, જૂના કપડાંને કાપડના થેલાં બનાવવા અથવા ગ્લાસની બોટલો ફરીથી વાપરવી. Recycle (પુનઃપ્રક્રિયા કરો) વસ્ત્રો, કાગળ, પ્લાસ્ટિક, અને ધાતુ જેવી વસ્તુઓને ફરીથી વાપરી નવી વસ્તુઓ બનાવવી. ઉદાહરણ તરીકે, કાગળનું પુનઃચક્રણ કરીને નવી નોટબુક બનાવવી. આ ર્નીતિઓ પર્યાવરણ સુરક્ષિત રાખવા અને પ્રાકૃતિક સંસાધનો બચાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઊંડાણપૂર્વકની ચર્ચાઓ, નીતિગત ભલામણો અને સહયોગી ભાગીદારી મારફતે આ ફોરમ વૈશ્વિક અને પ્રાદેશિક પ્રતિબદ્ધતાઓને મજબૂત કરવામાં મદદરૂપ થશે. જેને જયપુર ડિક્લેરેશન તરીકે ઓળખવામાં આવશે અને આ ક્ષેત્રમાં સીમા ચરીત્રરૂપ દસ્તાવેજ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોરમનાં પ્રતિનિધિઓ સાથે ભારત પી-3 (પ્રો પ્લેનેટ પીપલ) અભિગમને અનુસરે છે અને તેની મજબૂત હિમાયત કરે છે એ બાબતનો એક વિશેષ લેખિત સંદેશ આપ્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું છે કે, ભારત સર્ક્યુલર ઇકોનોમી તરફની તેની યાત્રામાં તેના અનુભવો અને શિક્ષણના આદાનપ્રદાન માટે હંમેશા તત્પર રહ્યું છે. સર્ક્યુલર અર્થતંત્રએ એક અર્થતંત્રની પ્રણાલી છે, જેમાં સંસાધનોનો વધુ સમય માટે ઉપયોગ થાય, કચરો ઓછો થાય, અને સામગ્રી ફરીથી વાપરી સકાયઆ ફોરમમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીએ CITIIS 2.0 પ્રોજેકટ હેઠળ પસંદ પામેલા શહેરોને ઈન્દોર શહેરની જેમ સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપન માટે અગ્રિમ બનવાનું ઈન્દોર ની જેમ આહ્વાન કર્યું હતું. પસંદ થયેલા શહેરોએ આ સૂચનને આવકારી તેમના શહેરોને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વચ્છ અને લિવેબલ સિટી બનાવવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને આગળ વધારતા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રીશ્રીએ સિટીઝ કોએલિશન ફોર સર્ક્યુલરિટી (C-3)ની જાહેરાત કરી હતી. જે શહેર-થી-શહેર સહયોગ, જ્ઞાનની વહેંચણી અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે બહુરાષ્ટ્રીય જોડાણ છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેકટ માટે સમગ્ર દેશની ૧૦૦ જેટલા સ્માર્ટ સિટીઓ દ્વારા તેમના શહેરમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટેના પ્લાન બનાવી તેનું પ્રેઝન્ટેશન ભારત સરકારમાં કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્યુમેંટેશન, આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક્સ અને અન્ય ક્રાઇટેરિયાને આધારે ભારતના ફક્ત ૧૮ શહેરો અને ગુજરાતમાંથી ફક્ત રાજકોટ શહેરની આ પ્રોજેકટ માટે પસંદગી થઈ હતી. આ પ્રોજેકટમાં પસંદગી થવાથી રાજકોટ શહેરને આશરે રૂ.૧૩૫ કરોડ જેટલી ગ્રાન્ટ પ્રાપ્ત થશે. તેની મદદથી પ્રોજેકટની ગાઈડલાઇન્સ અનુસાર શહેરમાંથી સોલીડ વેસ્ટના વ્યવસ્થાપન માટે અને કચરાને રિસાયકલ કરી શહેરમાં કચરાનું લઘુત્તમ ઉત્પાદન થાય તે મુજબનું આયોજન કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંગે વિગતો આપતા મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ભારત સરકારની મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MOHUA)દ્વારા ફ્રેંચ ડેવલોપમેન્ટ એજન્સી,યુરોપિયન યુનિયન (EU) નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ અર્બન અફેર્સ સાથે ભાગીદારીમાં જોડાઈને CITIIS 2.0(CITY INVESTMENT TO INNOVATE, INTEGRATE AND SUSTAIN 2.0) પ્રોગ્રામને મંજૂર કરવામાં આવેલ હતો.CITIIS 2.0 અંતર્ગત સરકયુલર ઈકોનોમી પર ભાર મુકવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ સિટીને પ્રોજેક્ટ્સની ડિઝાઇન, વિકાસ અને અમલીકરણ માટે જાણીતા ઇન્ટરનેશનલ નિષ્ણાતો દ્વારા ટેકનીકલ માર્ગદશનનો પણ લાભ મળશે. ભારત સરકાર દ્વારા CITIIS 2.0 માં નવો ચીલો પાડીને માથા દીઠ વસતિના બદલે સિટીની જરૂરિયાત, ગ્રોથ અને વિસ્તારના આધારે ગ્રાન્ટ આપવાનું નક્કી કરેલ છે. રાજકોટ ના નાગરિકો માટે CITIIS 2.0 એ એક અમૂલ્ય તક છે જેમાં તે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિઝનને અનુસરીને સ્વચ્છતાની બાબતમાં ઇન્દોરની જેમ અગ્રીમતા હાંસલ કરે. આ પ્રોગ્રામ અંતર્ગત રાજકોટ સ્માર્ટ સિટી એ ઇન્ટીગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને લગત સિટીના ભવિષ્યને અનુરૂપ વિઝન ડોક્યુંમેન્ટ બનાવીને સબમિટ કરવામાં આવેલ હતું, જેને પ્રોજેક્ટ “RISE”(Rajkot Integrated SolidWaste Management Project to Enhance resource efficiency and circular economy) નામ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ, પ્લાન્ટનું અપગ્રેડેસન તથા હાલની સોલિડ વેસ્ટ અંતર્ગત જુના થઇ ગયેલા સિસ્ટમમાં જ્યાં ત્રુટીઓ રહેલ હોય ત્યાં આધુનિક પ્લાન્ટ/સિસ્ટમનું નિર્માણ કરીને સરકયુલર ઈકોનોમીને પ્રોત્સાહન આપવામાં આવશે. પ્રોજેક્ટ RISE અંતર્ગત જુદા-જુદા પ્રોજેક્ટ્સ આઇડેન્ટિફાઈ કરેલ છે, આ પ્રોજેક્ટ RISE નો મુખ્ય હેતું સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાંથી રીસોર્સે રીકવરી કરી સરક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહન આપવા, પ્રદુષણમાં ઘટાડો કરીને સિટીના ઓવેરઓલ હાઇજીનમાં સુધારો કરવાનો,સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા ઇન્ફોર્મલ વેસ્ટપીકર્સના લાઈવ લીહૂડમાં સુધારો કરવાનો તથા ભારત સરકારના સસ્ટનેબેલ ગોલના અચીવમેંટમાં કન્ટ્રીબુટ કરવાનું છે. પ્રોજેક્ટ RISE રાજકોટ સિટીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબુત કરવા ઉપરાંત માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેટ ઝીરો એમિસનના લક્ષ્યને હાસિલ કરવામાં પણ મદદરૂપ થશે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
