જિલ્લામાં તા.૧૭મી સપ્ટેમ્બરથી શરૂ થનારા “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં જિલ્લાના નાગરિકોને પણ સક્રિય ભાગીદારી નોંધાવવા આહવાન કરતા જિલ્લા કલેક્ટરશ્રી
સ્વચ્છતા અભિયાન-મહીસાગર જિલ્લો
”સ્વચ્છતા હી સેવા–૨૦૨૪” ની જિલ્લામાં થનારી ઉજવણીની પૂર્વ તૈયારીની સમીક્ષા અર્થે કલેક્ટર શ્રીમતી નેહા કુમારીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ
જિલ્લામાં તા.૧૭મી સપ્ટેમ્બરથી શરૂ થનારા “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં જિલ્લાના નાગરિકોને પણ સક્રિય ભાગીદારી નોંધાવવા આહવાન કરતા જિલ્લા કલેક્ટરશ્રી
જિલ્લા કલેકટર કચેરી ખાતે "સ્વચ્છતા હી સેવા", સેવા સેતુ કાર્યક્રમ અને ગરીબ કલ્યાણ મેળા અંગે બેઠક જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ
મહીસાગર
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ-૨૦૧૭ થી સ્વચ્છ ભારત મિશન હેઠળ "સ્વચ્છતા હી સેવા" અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આ વર્ષે પણ ૧૭મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા–૨૦૨૪”ની સમગ્ર રાજ્ય- દેશભરમાં ઉજવણી થવાની છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં થનારી ઉજવણીના આયોજનની સમીક્ષા અર્થે આજરોજ જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ ઉપરાંત સેવા સેતુ કાર્યક્રમ અને ગરીબ કલ્યાણ મેળા અંગે પણ બેઠક યોજાઇ હતી
જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારીએ જણાવ્યું કે, સ્વચ્છતા અભિયાન સાથે લોકોના મનમાં પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા કેળવાય તે અંગે વધુ સક્રિય કામગીરી કરવા જણાવ્યું હતું. નાગરિકો સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ તેનું મહત્વ સમજવું ખૂબ જરૂરી છે. સ્વચ્છ સમાજના નિર્માણ માટે લોકોની ભાગીદારી જરૂરી છે અને સાથે સોસિયલ મીડિયા ઈનફ્લુએન્સર અને એન જી ઑ પણ પોતાની ભાગીદારી નોંધાવી સ્વચ્છતા પ્રત્યે સંદેશો લોકો સુધી પહોંચાડી લોકોને આ અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું હતું.
આ અભિયાન હેઠળ ખાસ કરીને જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળો, જાહેર સ્થળો, પ્રવાસન અને આઈકોનિક સ્થળો, સરકારી કચેરીઓ, જિલ્લા અને તાલુકા મથકે આવેલા માર્કેટ, શાળા-કોલેજો-આંગણવાડી અને આરોગ્ય કેન્દ્રો તથા માર્ગો ઉપર આવેલા વિવિધ સર્કલ અને બસ સ્ટેશન યોગ્ય સાફ સફાઈ થાય તે માટે જરૂરી લોકજાગૃતિના કાર્યક્રમો કરવા જેથી કરીને જિલ્લાના નાગરિકો પણ સ્વયંભુ રીતે આ અભિયાનમાં જાગૃતતા સાથે જોડાઈને પોતાની ભાગીદારી નોંધાવે તે માટેના પુરતા પ્રયત્નો સૌએ કરવા ઉપર ભાર મૂક્યો હતો.
આ દરમિયાન જિલ્લામાં કેટલીક મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ જન આંદોલન જાગૃતિ દ્વારા આયોજિત કરવામાં આવનાર છે. જેમાં સ્વચ્છતા શપથ કે જે દર વર્ષે લેવાય છે તેમજ સમગ્ર જિલ્લાના નાગરિકો અને સંગઠનો દ્વારા સ્વચ્છતા માટે શપથ લેવામાં આવશે. સ્વચ્છતા અભિયાનમાં આ દરમિયાન ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, આઈકોનિક સ્થળો, જાહેર સ્થળો, રસ્તાઓ, નદી કિનારા-તળાવો, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓની સફાઈ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. જિલ્લાના લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા વિવિધ સરકારી વિભાગો, શાળા-કોલેજો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો, રેલી અને સમિનારનું આયોજન કરવામાં આવશે.
આ અભિયાન દરમિયાન વોલ પેઈન્ટિંગના માધ્યમથી પણ જાગૃતિ અંગેના પ્રયાસો કરવામાં આવશે, વિવિધ વિસ્તારો એટલે કે ગામડા અને શહેરો બંનેમાં આ અભિયાન માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન દરેક નાગરિકોને ન માત્ર પોતાના વિસ્તારની સ્વચ્છતા જાળવવા આહવાન કરવામાં આવે છે, પરંતુ આ અભિયાનને વધુ મજબૂત બનાવવા પોતાની ઘર-પરિવાર-દુકાન-વ્યવસાયના સ્થળે સ્વયંભૂ સક્રિય ભાગીદારી નોંધાવવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આ બેઠકમાં બાલાસિનોર ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલ, પ્રાયોજના વહીવટદારશ્રી યુવરાજ સિદ્ધાર્થ, નિવાસી અધિક કલેકટરશ્રી સી વી લટા, જિલ્લ ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, પ્રાંત અધિકારીશ્રી આનંદ પાટીલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ સહિત સંકલનના તમામ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.