પ્રમાણિકતા અને ઈમાનદારી બદલ ઉપલેટા રેલવે કર્મચારીનું લોકસાહિત્યકાર દેવરાજ ગઢવી દ્વારા સાલ ઓઢાળી વિશેષ સન્માન કરાયું
એક મહિના પહેલા રેલ્વે કર્મચારીને વિદેશ જતા મુસાફરનું કીમતી પર્સ મળ્યા બાદ મૂળ માલિક સુધી પહોંચાડવા માટે પ્રમાણિકતા દાખવી હતી
સુખદ વિદેશ યાત્રા પૂર્ણ કરી પુન: વતન પરત ફર્યા બાદ પ્રમાણિક રેલવે કર્મીઓનું શાલ ઓઢાળી સન્માન કર્યું
(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૪, ઉપલેટા રેલ્વે સ્ટેશન ખાતે ફરજ બધા આવતા રેલવે કર્મચારી હમીર હુસેન મડમની પ્રામાણિકતા તેમજ ઈમાનદારી અને નૈતિકતા બદલ ઉપલેટાના ખ્યાતનામ લોકસાહિત્યકાર એવા દેવરાજ ગઢવીએ પ્રામાણિક કર્મચારીનું સાલ ઓઢાળી સન્માન કર્યું હતું અને સાથે ઉપલેટા રેલ્વે સ્ટેશનના સ્ટેશન અધિક્ષક એચ.વી. દેસાઈનું પણ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રમાણિકતા અને ઈમાનદારીને જોઈને લોકસાહિત્યકાર દ્વારા તેમની વિદેશ યાત્રા પૂર્ણ કરી પરત આવતાની સાથે વિદેશ જવામાં તકલીફ ન પડી અને પ્રામાણિકતાને કારણે સુખદ વિદેશ યાત્રા પૂર્ણ કરી પરત ફરતાની સાથે જ સન્માન કરતા રેલવે કર્મચારીઓ અને ભારતીય રેલવે વિભાગ માટે ગૌરવ લેવા જેવી બાબત સામે આવી છે.
ગત તારીખ ૦૫ જુલાઈ ૨૦૨૪ ના રોજ ભારતીય રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતા ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવતા હમીર હુસેન મડમ નામના રેલવે કર્મચારીને ટ્રેન નંબર ૧૨૯૪૯ પોરબંદર-સાંત્રાગાચી ટ્રેન પસાર થયા બાદ એક પર્સ મળ્યું હતું પર્સની ચકાસણીને તપાસણી કરતા તેમાં રોકડ રકમ, મોબાઈલ ફોન, વિદેશ જવા માટેની ટિકિટો હોવાનું માલુમ પડ્યું હતું જે બાદ આ મળેલા પર્સનો કબજો મેળવી અને ઉપલેટા સ્ટેશન અધિક્ષક એચ.વી. દેસાઈને જાણ કરવામાં આવી હતી જે બાદ સ્ટેશન અધિક્ષક દ્વારા આ મળેલ પર્સ બાબતે મુસાફરના સગા સંબંધીઓ રેલવે સ્ટેશન ખાતે પર્સ ખોવાયેલ અંગે જાણ કરવા આવ્યા હતા ત્યારે ઉપલેટા સ્ટેશન અધિક્ષક દ્વારા આ પર્સ અને તેમાં રહેલ વસ્તુઓની ખરાઈ કરી મુસાફરના પરિવારને આ કીમતી માલ સામાન ભરેલું પર્સ તાત્કાલિક પરત કર્યું હતું.
ઉપલેટા રેલવે સ્ટેશન ખાતેથી મળી આવેલ આ પર્સ ઉપલેટાના ખ્યાતનામ લોકસાહિત્યકાર એવા દેવરાજ ગઢવીનું હતું જેવો ઉપલેટા ખાતેથી ટ્રેન મારફત અમદાવાદ અને ત્યાંથી વિદેશ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઉપલેટા ખાતે તેમનું પર્સ ખોવાઈ ગયેલ હતું જેમાં આ ખોવાઈ ગયેલ પર્સની અંદર કીમતી મોબાઈલ ફોન, રોકડ રકમ, વિદેશ જવા માટેની ટિકિટ, પાસપોર્ટ સહિતની વસ્તુઓ હતી ત્યારે આ પર્સ રેલવે સ્ટાફ દ્વારા પરત મુળ વ્યક્તિ સીધી પહોંચાડવા માટેની જે પ્રામાણિકતા દાખવવામાં આવી તે બદલ દેવરાજ ગઢવી દ્વારા રેલવે સ્ટાફ તેમજ પ્રશાસનનો પણ ઈમાનદારી પૂર્વકના આ કામને બિરદાવી હતી અને તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
વિદેશ યાત્રા પૂર્ણ કરી વતન પરત ફર્યા બાદ પ્રામાણિકતા, ઈમાનદારી અને નૈતિકતાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા અને પરત આવ્યા હતા ત્યારે જણાવ્યું હતી કે, યુ.કે. જતી વખતે આ પ્રમાણીક કર્મચારીને મળેલ પર્સમાં પાસપોર્ટ, ઇંગ્લેન્ડની ટિકિટ, મોબાઈલ અને રોકડ રકમ અંદાજે બે લાખનો માલ સામાન અંદર હતો ત્યારે આ રેલવે કર્મચારી હમીર મડમે પોતાને મળેલ પર્સનો કબજો લઈ અને ઉપલેટાના રેલ્વે સ્ટેશનના સ્ટેશન અધિક્ષક એચ.વી. દેસાઈને જાણ કરી મૂડ માલિક સુધી પહોંચાડવા માટે કામગીરીઓ હાથ ધરી હતી.
આ અંગે વધુમાં લોકસાહિત્યકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ પર્સ જો કોઈ બીજા સ્વાર્થી, લાલચુ વ્યક્તિને મળ્યું હોત તો કદાચ પૈસા અને કીમતી મોબાઈલ ફોન લઈને આ પર્સને ક્યાંક ફેંકી દેત પણ આ ઉપલેટાના પ્રમાણિક રેલવે સ્ટાફે પ્રામાણિકતા દાખવી તમામ મુદ્દામાલ સુરક્ષિત રીતે સાચવી રાખ્યો હતો કારણ કે આ પર્સમાં લોકસાહિત્યકાર દેવરાજ ગઢવીનો પાસપોર્ટ, વિદેશ માટેની ટિકિટ હતી જે કદાચ ખોવાઈ ગઈ હોત કે પરત ન મળી હોત તો વિદેશ જવા માટેના પ્રવાસ માટે ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ ગઈ હોત પણ આ પ્રમાણિક રેલવે કર્મચારી અને તેમના અધિક્ષકની પ્રામાણિકતાને કારણે તેમને તેમનો કીમતી સામાન પણ મળ્યો હતો અને સુખદ વિદેશ યાત્રા પણ કરી હતી.
આ સુખદ યાત્રા પૂર્ણ કરી વિદેશમાંથી ઉપલેટા પરત ફરતાની સાથે જ ઉપલેટાના પ્રખ્યાત લોક સાહિત્યકાર દ્વારા પ્રામાણિક અને ઈમાનદારી પૂર્વક કામ કરનાર ઉપલેટાના રેલવે કર્મચારી હમીર હુસેન મડમને સાલ ઓઢાડી ભેટ આપીને સન્માનિત કર્યો હતો સાથે જ ઉપલેટા રેલવે સ્ટેશનના અધિક્ષક એચ.વી. દેસાઈનું પણ સાલ ઓઢાડી ભેટ આપી ઈમાનદારી અને પ્રમાણિકતા બદલ બન્નેનું વિશેષ સન્માન કર્યું હતું અને જણાવ્યું હતું કે વર્તમાન સમયના સ્વાર્થી જગતમાં આવા પ્રમાણિક લોકો પણ પ્રામાણિકતા પૂર્વક પોતાની ઈમાનદારી નિભાવે છે અને અન્ય લોકોમાં ઈમાનદારીની ફોરમ ફેલાવે છે ત્યારે લોકસાહિત્યકાર તરીકે તેમનું સન્માન કરવું જરૂરી છે તેવું પણ દેવરાજ ગઢવીએ જણાવ્યું હતું ત્યારે આ તકે લોકસાહિત્યકાર દેવરાજ ગઢવી, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને સહકારી ક્ષેત્રના આગેવાન હરિભાઈ ઠુમ્મર, ઉપલેટા ભાજપના યુવા આગેવાન જીજ્ઞેશ ડેર, કોળી સમાજના આગેવાન જગદીશભાઈ વિરમગામ તેમજ અશોકભાઈ લાડાણી ઉપસ્થિત રહ્યા હતા.
તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.