રોડ પર વાલ્વ ચેમ્બરના ઢાંકણાની 15 દી’માં બે ચોરી, મનપાએ ફરિયાદ ન કરી - At This Time

રોડ પર વાલ્વ ચેમ્બરના ઢાંકણાની 15 દી’માં બે ચોરી, મનપાએ ફરિયાદ ન કરી


વાહનચાલકો પર ઝળુંબતું જોખમ, વાહન ખાડામાં પડે તો મોટો અકસ્માત

વોર્ડ નં. 14માં કેનાલ રોડ પરથી લોખંડનું ઢાંકણું ગયું, મનપાએ બોર્ડ મારી સંતોષ માની લીધો, હવે નવું નાખવા ખર્ચ કરાશે

રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાની અનેક બેદરકારી ઉપરાંત એક બેદરકારી કોઇ કડક કાર્યવાહી કરવાથી બચવાની છે. શહેરમાં રોડ પર બનાવાયેલી વાલ્વ ચેમ્બર (વાલ્વની કૂંડી) પર લોખંડનું ઢાંકણું હોય છે જેનું વજન ખાસ્સું હોય છે અને તે માટે જ હવે નિશાચરોએ તેને શિકાર બનાવી ઢાંકણા ચોરવાનું ચાલુ કર્યું છે. આ મામલે કોર્પોરેશને કોઇ પગલાં નહિ લઈ નવા ઢાંકણા નાખવાનું ચાલુ રાખતા ચોર બેફામ બન્યા છે અને માત્ર 15 જ દિવસમાં બે ઢાંકણા ચોરાઈ ગયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.