ઈડર તાલુકાના વડીયાવીર ગામે રૂ.2 લાખના ખર્ચે બનાવેલ શૌચાલય ધૂળ ખાય છે
ઈડર તાલુકાના વડીયાવીર ગામે રૂ.2 લાખના ખર્ચે બનાવેલ શૌચાલય ધૂળ ખાય છે
*વડીયાવીર ગામે ગામથી દૂર અવાવરૂ જગ્યામાં શૌચાલય બનાવી સરકારી સહાયની રકમનો વ્યય કરાયો.*
*રૂ.2 લાખના ખર્ચે બનાવેલ શૌચાલય ધૂળ ખાય છે.જે સરકારી નાણાંનો દૂર ઉપયોગ થયો હોવાનું સાબિત થાય છે*
ઇડર તાલુકાના વડીયાવીર ગામે સ્વચ્છતા ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા શૌચાલય બનાવવામાં આવ્યા છે.ત્યારે આ શૌચાલય ગામથી એટલે દૂર અવાવરૂ જગ્યામાં બનાવવામાં આવ્યા છે કે જેને બનાવ્યા બાદ આજ સુધી કોઈ પણ દ્વારા ઉપયોગ કરાયો નથી.અત્યારે તો શૌચાલય પાસે જવાના માર્ગે ઘાસપુસ અને ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યાં છે અને તેની જાળવણી પણ કરાતી નથી.ત્યારે આના નિર્માણ માં ભારત સરકારના 1,19,892/- રાજયસરકાર ના 59,946/- અને ગ્રામ્ય લોક ફાળાના 19,982/- મળી કુલ1,99,820/- રૂ નો વ્યય કરાયો હોય તેવું સ્પષ્ટ દેખાય છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ
આ શૌચાલય ગામ થી નજીક ના અંતરે કે પછી અન્ય કોઈ જરૂરિયાત વાળી જગ્યાએ બનાવવામાં આવ્યા હોત તો તેનો ગ્રામજનો ઉપયોગ કરી સકત તો ગામની સુવિધામાં વધારો થયો હોત.
Box....આ બાબતે ગામના સરપંચ અમૃતભાઈ પટેલે જણાવ્યું હતું કે આગાઉ ના જે તે સરપંચે એ વખતે એમને યોગ્ય લાગ્યું હશે તેમ બનાવ્યું હશે ક્યા હેતુથી ગામથી આટલે દૂર બનાવ્યું તે તેમને ખબર
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા બ્યુરો)
9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે
