ધંધુકા-બરવાળા ના રોજીત ગામે એકસાથે 5-5 મૃતદેહોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા.
ધંધુકા તાલુકાનાં આકરું ગામના 3 લોકોનાં મોત ધંધૂકા - બરવાળામાં ઝેરી દારૂ પીવાથી 27 નાં મોત થયા છે . જેમાં બરવાળા તાલુકાના 15 અને ધંધુકા તાલુકાના 9 લોકોનાં મોત થયા છે . તેમજ બોટાદના રોજિંદ ગામના 5 લોકોનાં મોત થયા છે . તથા ચદરવા ગામનાં 2 અને દેવગણા ગામના 2 લોકોનાં મોત થયા છે . તેમજ ધંધુકા તાલુકાનાં આકરું ગામના 3 લોકોનાં મોત થયા છે .
બરવાળા લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 27, દિવસની શરૂઆત 5-5 લોકોની અર્થી જોઈને કરી, મહિલાઓ-બાળકોનું રુદન જોઈ પ્રાણીઓ પણ રડ્યાં!
બોટાદના બરવાળાના રોજીદ ગામે થયેલા લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ઝેરી દારૂ પી જવાથી 27 લોકોનાં મોત તેમજ અન્યની હાલત હજુ પણ વધારે ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના ગઈકાલે સામે આવી હતી. હાલમાં ગામમાં પણ એવો માહોલ છે કે આંસુ અને રુદન જ જોવા મળી રહ્યું છે. ગઈકાલ રાતથી જ રોજિદ સહિતના ગામોમાં મહિલા અને બાળકોના રડવાની ચીસો અને આક્રંદ જોઈને રાક્ષસની પણ આંતરડી કકળી ઉઠે એવા દ્રશ્યો છે. સમ્રગ ગામ પીડાની વેદનામાં દ્રવી ઉઠ્યું હતું. ત્યારે વહેલી સવારથી જ એકસાથે 5-5 મૃતદેહોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળતી જોઈમે જનાવરની આંખમાં પણ આસું આવી ગયા છે. સાથે જ વિગતો મળી રહી છે કે મોડી રાતથી જ રોજિદ ગામમાં ATS સહિતનો પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. રોજીદ ગામે પહોંચ્યું છે. મળતી માહિતી મુજબ તમામ બોટાદના રોજીદ ગામના રહેવાસી છે અને તમામે રવિવારે રાત્રે દારૂ પીધો હતો. બીમાર પૈકી 5ને બોટાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 5 ગંભીર દર્દીઓને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. દારૂની ઝેરી અસરના કારણે રોજિંદ ગામે 2 લોકોનાં મોત થયાં છે. તો પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ અન્ય 8 લોકોના પણ મોત થયેલા હોવાથી અત્યાર સુધીમાં કુલ 27 લોકોના મોતની ઘટના સામે આવી છે. ઘટનાના પગલે હાલમાં રેન્જ આઈ.જી. પણ બોટાદ પહોંચ્યા છે. તેમજ જે લોકોએ દારૂ પીધો છે તેમની તપાસ કરી તેમને સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે.
બોટાદ પોલીસના જણાવ્યા મુજબ ઝેરી દારૂનો ભોગ બનેલા તમામ લોકો રવિવારની રાત્રે રોજીદ નજીકના નભોઇ ગામે ગયા હતા અને દારૂ પીધો હતો. સોમવારે સવારે બધાને પેટમાં દુખાવો અને ઉલ્ટી થવા લાગી. પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા. સવારે જ બે લોકોના મોત થયા હતા, ત્યારબાદ સારવાર દરમિયાન એક પછી એક વધુ 6 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ પોલીસની ઘણી ટીમો નભોઈ ગામમાં દારૂ વેચનારાઓને શોધી રહી છે. ગામમાં એવા લોકોની પણ ઓળખ કરવામાં આવી રહી છે, જેમણે દારૂ પીધો હતો. જો કે હજુ સુધી નબોઇ ગામમાંથી એકપણ દર્દી આવ્યો નથી.
આ અંતર્ગત જો કોઈ ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરે છે તો તેને 10 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
મૃત્યુ પામેલા લોકોના નામ
1. જયંતીભાઈ રામજીભાઈ ચેખલીયા ગામ ઉચડી તા.ધંધુકા
2. ગગજીભાઈ મોહનભાઈ ચેખલીયા ગામ ઉચડી તા.ધંધુકા,
3. બળદેવભાઈ હરજીભાઈ મકવાણા ગામ. અણીયાળી ભીમજી તા.ધંધુકા
4. હિંમતભાઈ મગનભાઈ વડદરીયા ગામ. અણીયાળી ભીમજી તા.ધંધુકા
5. કિશનભાઈ માવજીભાઈ ચાવડા ઉ.વ.37 ગામ.આકરુ તા.ધંધુકા
6. ભાવેશભાઈ માવજીભાઈ ચાવડા ઉ.વ.27 ગામ.આકરુ તા.ધંધુકા
7. પ્રવિણભાઈ બાળુભાઈ કુવારીયા ઉ.વ.30 ગામ.આકરુ તા.ધંધુકા
8. વશરામભાઈ શાંતિભાઈ પરમાર ઉ.વ.30 ગામ.રોજીદ તા. બરવાળા
9. ઘનશ્યામભાઈ વેરશીભાઈ રાતોજા ઉ.વ.34 ગામ.રોજીદ તા.બરવાળા
10. શાંતિભાઈ તળશીભાઈ પરમાર ઉ.વ.50 ગામ.રોજીદ તા.બરવાળા
11. અરવિંદભાઈ માધુભાઈ સિતાપરા ઉ.વ.35 ગામ.ચંદરવા તા.રાણપુર
12. ઈર્શાદભાઈ ફકીરભાઈ કુરેશી ગામ ચંદરવા, તા. રાણપુર
13. દિનેશ વહાણભાઈ વીરગામા ઉ.વ.37 ગામ.રોજીદ તા.બરવાળા
14. ભૂપતભાઈ વીરગામા ગામ રોજીદ
15. બહાદુરભાઈ લઘરભાઈ વલાણીયા ઉ.વ.50 રાણપુર
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.