સવગઢ ગ્રામ પંચાયત ગેરરીતી આચરવા બાબત……..
વિષય : સવગઢ ગ્રામ પંચાયત ગેરરીતી આચરવા બાબત........
મોજે સવગઢ ગ્રામ પંચાયત ની હદમાં આવેલ અલ બદર (ઓજીવાડી) સોસાયટી માં ૨૦૨૪ - ૨૫ સમય ગાળા દરમિયાન નવીન બનેલ બોર ટ્યુબ વેલ જેનો ઉપયોગ ગ્રામ જનો ને પડતી પાણી ની તકલીફને ધ્યાને રાખી (૨) બોર કરવા માં આવેલ જેમાંથી એક બોર માં પાણી ઓછું હોવાથી પાણીનો ઉપયોગ કરતા નથી ને જે એક બૌરમાં પાણી છે.
જે બોર માં પાણી પીવા ઉપયોગ છે પાણી ગ્રામ જનોના હિતમાં ઉપયોગ ન કરી ગ્રામ પંચાયત માં ફરજ બજાવતા કર્મચારી અહમદ ભાઈ ગોરા તથા તલાટી સાહેબ શ્રી અને વહીવટ દાર ની મિલીભગત થી નવીન બનાવેલ બોર માં મોટર તથા પાઈપ લાઈન ઉતારી બોર ચાલવા માટે વોટર વર્કસ નું કેબલ તથા મિટર લગાવી અહમદભાઈ ગોરા ના જમાઈ નું મકાન નું કામ ચાલુ હોઈ એકજ મકાન માટે રબ્બર પાઈપ લગાવી પોતાની મનમાની થી પાણી નો ઉપયોગ કરતા હોઈ જેનો લાઈટ બીલ તથા બોર નો તમામ ખર્ચ ગ્રામ પંચાયત ભંડોળ માંથી કરતા હોઈ જાણવા મળેલ
જેની જાણ એક સમજદાર નાગરિક ને થતા તેના વિડીયો ફોટા પાડી લેવા માં આવેલ જેમાં સ્પષ્ટ પણે દેખાય રહેલ છે કે સરકારની પ્રાઇવેટ પ્રોપર્ટી નો દુરુપયોગ થઇ રહેલ છે અને સરકારી તિજોરી અને ગ્રાન્ટ નો પણ દુરુપયોગ થઇ રહેલ છે જેની આપ સાહેબ શ્રી ને કડક માં કડક કાર્યવાહી થાય તેવી આશા રાખીએ છીએ.
-:: મુદ્દા ::-
(૧) જે બોર માં પાણી ઓછું છે તેનો ઉપયોગ ના હોવા છતા બોરને કોઈપણ સેફટી વગર પ્લાસ્ટિક ની ડોલ ઢાંકી ખુલ્લો મૂકી દેવામાં આવેલ છે ને એજ સોસાયટીમાં બાળકો ખુલ્લામાં રમતા હોઈ અને કોઈ પણ ઘટના બને તો જવાબદાર એ જોવું રહ્યું ?
(૨) જે બોરમાં પીવા ઉપયોગ પાણી છે અને જાહેર જનતા ના હિત માટે બનાવેલ બોર છે જેનો ઉપયોગ ગ્રામ પંચાયત દવારા ચોક્કસ કોઈ એક મકાન જ માટે ઉપયોગ થતો હોઈ ગ્રામ પંચાયત ના ખર્ચે થતો કોઈ પગલા ન લેવા તા હોઈ તેના ઉપર તાત્કાલિક પગલા લેવા આપ સાહેબ શ્રી ને મારી નમ્ર અપીલ છે.
(૩) બોર નં.૩ હુસેની મસ્જીદ ની સામે આવેલ છે જે આશરે ૪ થી ૫ વર્ષ અગાઉ બનાવામાં આવેલ જે બોર માં પાણી ફૂલ હોઈ અને મોટર પાઈપ લાઈન તથા પાવર વગેરે આવી ગયેલ હોઈ છતા વારંવાર ગ્રામ પંચાયતમાં મૌખિક રજૂઆત કરવા છતા એ વિસ્તારમાં વસ્તી વધુ હોવા છતા અને બે દિવસ માં એકજ વાર પાણી એક કલાક માટે આવતું હોઈ પીવા તથા ઘર વપરાશ માં પાણી ની તકલીફ છે ગ્રામ પંચાયત માં રજૂઆત કરવાથી પણ કોઈ ને કોઈ ફરક પડતો નથી અને યોગ્ય જવાબ મળતો નથી .
(૪) જે બોરમાં ગેરરીતી આચરેલ છે તે બોર તા.૧૨/૦૩/૨૦૨૫ ના રોજ જે સ્થિતિ હતી તેના ફોટા અને આજરોજ તા.૧૩/૦૩/૨૦૨૫ ના રોજ ની સ્થિતિ માં ગણો ફેરફાર થયેલ છે જે આજરોજ કેબલ પાણીની રબરની પાઈપ તથા પાણી ભરવામાં ઉપયોગમાં લેવાયેલ વાદળી રંગ નું પ્લાસ્ટિક નું બેરલ સ્થળ ઉપર થી તમામ પુરાવા નાશ કરેલ છે ખાસ નોંધ લેવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
