આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા પોલીસ તંત્ર દ્વારા યોગા-કરાટેનું નિદર્શન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/74k5hs55nuprz8qq/" left="-10"]

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા પોલીસ તંત્ર દ્વારા યોગા-કરાટેનું નિદર્શન કરવામાં આવ્યું


ભારતની આઝાદીના ૭૫ વર્ષ પુર્ણ થવાની ઉજવણીના આ અવસર પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ વર્ષે આગામી તા. ૧૩ થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વ સાથે દેશપ્રેમ વધે તે માટે જિલ્લા પોલીસ વડા શ્રી રાકેશ બારોટના માર્ગદર્શન હેઠળ લુણાવાડાની પી. એન. પંડયા કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાજયના ૧૦૦ જેટલા સુપર કોપ પોલીસ જવાનો દ્વારા રાયફલ કરાટે યોગાનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ નિદર્શન દ્વારા આગામી તા. ૧૩ થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનો સંદેશો પાઠવાની સાથે પોલીસ જવાનો કેવી રીતે ચુસ્ત-તંદુરસ્ત રહી રાષ્ટ્ર અને નાગરિકોની સુરક્ષા અર્થે સદાય તત્પર રહે છે તેનું નિદર્શન રજૂ કર્યું હતું જેને ઉપસ્થિત સર્વેએ બિરદાવ્યું હતું. સાથે જિલ્લાના વિવિધ સ્થળોએ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત નાગરીકોમાં દેશપ્રત્યે રાષ્ટ્રભાવના જળવાઇ તે હેતુથી તારીખ ૧૩ થી ૧૫ દરમ્યાન પોલીસ જવાનો દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ડી.વાય.એસ.પી. શ્રી વળવી, ડીવાયએસપી શ્રી પ્રજાપતિ, એલસીબી પી.આઇ. શ્રી ઘોરાડા, આર.પી.આઇ. શ્રી નિસરાતા, ટાઉન પી.આઇ. શ્રી રાકેશ ભરવાડ સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓએ અને શાળાના બાળકો, એન.સી.સી.કેડેટસ, હોમગાર્ડઝ જવાનો અને જી.આર.ડી.ના જવાનોએ ઉપસ્થિત રહીને આ નિદર્શનને નિહાળ્યું હતું.
-----------------------


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]