ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખને વોર્ડ નં.18ના કોર્પોરેટરે ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ નોંધાઇ - At This Time

ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખને વોર્ડ નં.18ના કોર્પોરેટરે ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ નોંધાઇ


રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર તિરૂપતી સોસાયટીમાં રહેતા શહેર મહિલા મોરચાના ઉપપ્રમુખ પ્રકાશબા ગોહિલને વોર્ડ નં.18ના કોર્પોરેટર સંજયસિંહ રાણાએ ઢીકાપાટુનો બેફામ માર મારતા 21 જુલાઈના રોજ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ બનાવની જાણ થતા જ આજીડેમ પોલીસે એન.સી. ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં આજે પોલીસે IPC કલમ 325 મુજબ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon