સાયલા માં શિક્ષકો ની તાલીમ દરમ્યાન લોકસાહિત્યકાર દેવાયતભાઈ ખવડ ની વિશેષ ઉપસ્થિતિ રહી.
સાયલા બીઆરસી ભવન ખાતે આયોજિત ભાષા શિક્ષક તાલીમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર તથા મોટીવેશનલ સ્પીકર દેવાયતભાઈ ખવડ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેઓએ તાલીમ લઈ રહેલા સાયલા તાલુકાના ભાષા શિક્ષકો સાથે શિક્ષણ વિશે વાત કરેલ તેમજ શિક્ષકો ને મુલ્યલક્ષી શિક્ષણ વિશે વાત કરી હતી. સાથે સાથે તેમણે પોતાના બાળપણના શાળાના સંસ્મરણો પણ વાગોળ્યા તેમજ પોતાના ગુરુજનો ને પણ યાદ કરેલ ગુરુ પ્રત્યે તેમના મનમાં જે આદર અને સન્માન છે તે તેમણે જણાવેલ પોતે સાયલા તાલુકાના જ હોય તાલીમ પામી રહેલા શિક્ષકોને તેમણે તાલુકાના શિક્ષણની સ્થિતિ વધુ સારી કરવા માટે પ્રેરણા આપેલ. પોતાની આગવી શૈલી દ્વારા તેમણે શિક્ષકોને લોકસાહિત્યનો રસ આસ્વાદ પણ કરાવેલ સાથે વિદ્યાર્થીઓમાં મૂલ્યોનો વિકાસ થાય એ પણ જણાવેલ આપણા ભવ્ય ઇતિહાસ વિશે વિદ્યાર્થીઓ જાણે સમજે તેના પર એમણે ભાર મુકેલ શિક્ષકો પણ લોકલાડીલા દેવાયતભાઈ ખવડ ની હાજરીથી ખૂબ ઉત્સાહમાં જોવા મળ્યો હતો.દેવાયતભાઈ ખવડ નું સ્વાગત પ્રવચન બી.આર.સી.વિક્રમસિંહ પરમારે કર્યું હતું . તાલીમ ના અંત માં દેવાયતભાઇ ના સહપાઠી મિત્ર સી.આર.સી મશરુભાઈ મૂંધવા એ આભારવિધિ કરી ને અમૂલ્ય સમય ફાળવવા બદલ શિક્ષકો દ્વારા રાજીપો વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.