ભરૂચના પાલેજ માંથી ખેત મજૂરી કરતી મહિલાનો ખૂનનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ
ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સેગવા ગામની સીમમાં ખેત મજૂરી કરતી મહિલાના ખૂનના ગુનાનો ભેદ એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલ્યો છે, રાજકોટના કુવાડવા નજીકથી ખેત મજૂર તરીકે કામ કરતા આરોપીને બનાવને અંજામ આપ્યા બાદ ગણતરીના દિવસોમાં ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડયો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર તા. 4 ઓગસ્ટ ના રોજ સેગવા ગામમાં એક વ્યક્તિ પશુને ઘાસચારો લેવા માટે સીમમાં ગયો હોય તે વખતે તળિયા વગામાં સિરાજ પટેલ ખેતરમાં ઓરડી પાસે એક મહિલાની લાશ મળી આવેલ હોય જેથી તેણે તાત્કાલિક અસરથી ગામના સરપંચ અને પાલેજ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તાત્કાલિક ધોરણે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હોય અને કાળીબેન નામની ખેત મજૂરી કરતી મહિલાને કોઈ અજાણ્યા શખ્સો દ્વારા માથામાં તિક્ષણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારેલ હોય તેવું જાણવા મળ્યું હતું આ અનડિટેક્ટ ગુનોનો ભેદ ઉકેલવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એલસીબીની ટીમને સૂચના આપવામાં આવેલ હોય જેથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વલેન્સ દ્વારા હાઇવે ઉપરના સીસીટીવી સહિતની ગુનાનું પગેરુ મેળવવા માટે પોલીસ પ્રયત્નશીલ હોય એ દરમિયાન જાણવા મળ્યું કે મરણ જનાર કાળીબેન સાથે રહેતો આલિયા ઉર્ફે રામસિંગ ભીલ સેગવા ગામમાંથી નાસી છૂટ્યો હોય અને તે સૌરાષ્ટ્ર પંથકમાં ખેત મજૂરી માટે રોકાયેલો હોય જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી ની એક ટીમને તાત્કાલિક સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર તથા રાજકોટ વિસ્તારમાં તપાસ માટે રવાના કરવામાં આવેલ હોય જે દરમિયાન આરોપી રાજકોટના કુવાડવા નજીક તરઘડીયા ગામની સીમમાં અલીરાજપુર મધ્યપ્રદેશના ખેત મજૂરો સાથે ખેતી કામ અર્થે રોકાયેલ હોય આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા મરણ જનાર કાળીબેન સાથે છેલ્લા 9 વર્ષથી પાલેજ નજીક સેગવા ગામમાં રહેતા હોય તેની ગેરહાજરીમાં સેગવા ગામના એક વ્યક્તિને આવતા જોતા બંને વચ્ચે ઝઘડો થયેલ અને અણ બનાવું ઉભો થયો હોય બાદમાં અનેક વખત આજથી પાંચ દિવસ અગાઉ ઝઘડા થયા હોય અને આરોપી દ્વારા મરણ જનાર ને અજાણ્યા વ્યક્તિ સાથે સંબંધ ન રાખવા બાબતે સમજાવવામાં આવેલ હોય આરોપી પોતાને પુત્ર ને મળવા સૌરાષ્ટ્ર જવાનું હોય આથી મરણ જનાર કાળી બેને તેમની સાથે આવવાની ના પાડતા સેગવા ગામે ઘાસ કાપવાની દાતરડી થી મરણ જનારને માથાના ભાગે ઘા મારી મોતનીપજાવ્યું હોય અને ત્યારબાદ ચાલતા ચાલતા નેશનલ હાઈવે પર જઈ બસમાં બેસી પ્રથમ વડોદરા બસ સ્ટેન્ડ પર રાત્રે રોકાણ કરી અને બીજા દિવસે સુરેન્દ્રનગર ગયેલ અને ત્યાંથી રાજકોટ કુવાડવા ખાતે નાસી ગયેલ હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી, પોલીસે આરોપી આલિયા ઉર્ફે રામસિંગ જામસીંગ ભીલ ઉંમર વર્ષ 65 હાલ રહે સેગવા તગડીયા પગમાં ખેતર માલિક સિરાજ પટેલ તાલુકો જીલ્લો ભરૂચ મૂળ રહે. સગોટા ચોકીદાર ફળિયું તાલુકો આમવા બોરઝટ જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ ને ઝડપી લઇ આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.