કેશોદ તાલુકામાં શિયાળુ પાક તૈયાર કરવામા ખેડુતો વ્યસ્ત પોષણક્ષમ ભાવ મળે તેવી આશા સેવતા ખેડુતો - At This Time

કેશોદ તાલુકામાં શિયાળુ પાક તૈયાર કરવામા ખેડુતો વ્યસ્ત પોષણક્ષમ ભાવ મળે તેવી આશા સેવતા ખેડુતો


ઘઉ ધાણા ચણા જીરૂ સહીતના પાકો તૈયાર થયા હોય ખેત પેદાશોમાં ઉત્પાદનથી ખેડુતો મન મનાવી રહયાછે પરંતુ પોષણક્ષમ ભાવ મળી રહેશે કે કેમ એ બાબતે ખેડુતોની મુશ્કેલીમાં વધારો કર્યોછે

હાલના વર્ષે શિયાળુ પાકનુ મોટાપાયે વાવેતર થયુછે જેમાં ઉત્પાદન પણ સારુ રહેવાની શક્યતા સેવાઇ રહીછે ત્યારે ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળશે કે કેમ તે જોવાનું રહ્યું હાલના વર્ષે શિયાળુ વાવેતરની વાત કરીએ તો ઘઉ ચણા જુરૂ તુવેર દાળ ધાણા સહીતનું વાવેતર થયુ હતું
હાલના વર્ષે રવી સીઝન એટલે કે શિયાળુ પાકના વાવેતર બાબતે જોઈએ તો ઘઉં ૧૪૨૦૦ હેકટર જુવાર ૮૦ હેકટર ચણા ૧૭૨૫૫ હેકટર જીરું ૨૪૦૦ હેકટર ધાણા ૧૬૦૦ હેકટર ડુંગળી ૭૦ હેકટર લસણ ૭૨ હેકટર શાકભાજી ૯૦ હેકટર ઘાસચારો ૩૦૦ હેકટર મગ ૫ હેકટર દિવેલા ૨૦ હેક્ટર સહીત કુલ ૩૬૦૯૨ હેકટરમાં વાવેતર થયુછે જ્યારે ગત વર્ષની વાત કરીએ તો ઘઉં ૮૫૦૦ હેકટર ચણા ૧૪૨૦૦ હેકટર જીરું ૯૫૦૦ હેકટર ધાણા ૫૨૦૦ હેકટર ડુંગળી ૮૫ હેકટર લસણ ૮૫ હેકટર શાકભાજી ૧૨૦ હેકટર ઘાસચારો ૭૪૦ હેકટર મગ ૧૧૨હેકટર સહીત કુલ ૩૮૫૫૦ હેકટરમાં વાવેતર થયુ હતુ ગત વર્ષની સરખામણીએ ઘઉ ૫૭૦૦ હેક્ટર ચણા ૩૦૫૫ હેકટરમા વાવેતર વધ્યા જીરૂમા ૭૧૦૦ હેક્ટર તથા ધાણા ૩૬૦૦ હેકટરમાં વાવેતર ઘટાડો જોવા મળી રહ્યોછે ૩૭૫૦ હેકટરમાં તુવેરનું વાવેતર હોવાથી ગત વર્ષની સરખામણીએ ૨૪૫૮ હેકટરમાં શિયાળુ પાકમાં ઘટાડો નોંધાયોછે
શિયાળુ પાકની કાપણી થતાં શિયાળુ પાક મોટાભાગે તૈયાર થઈ રહ્યોછે ત્યારે પોષણક્ષમ ભાવ બાબતે ખેડુતોમાં નિરાશા જોવા મળી રહીછે ત્યારે શિયાળુ પાકના પોષણક્ષમ ભાવ મળશે કે કેમ તે અંગે કહેવુ મુશ્કેલછે પણ ધુળેટીના તહેવાર પહેલા ખેડુતો શિયાળુ પાક તૈયાર કરવામા તથા ઉનાળુ પાક વાવેતર કરવામાં મશગૂલ જોવા મળી રહયાછે

રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ
મો. 97234 44990


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.