સિદ્ધપુર કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ ના સંચાલક ડી. ટી. ઝાલા અને તેમની ટીમ દ્વારા 100 થી વધુ લંપી વાયરસ થી બીમાર છૂટી મૂકી દીધેલ, કે ફરતી ગૌ માતા માટે આઈસોલેસન વોર્ડ બનાવવા માં આવી રહ્યો
ફક્ત શબ્દો થી દુઃખ બ્યક્ત કરી છટકી જવું પણ આવેલ દુઃખ માં સહભાગી બની મદદરૂપ થવું તેમાં ખુબ મોટુ અંતર છે....
ખરેખર લંપી વાયરસ ના ભરડામાં જે ગૌ માતા ઓ આવી છે તેમની હાલત ખુબ જ દયનિય છે પરંતુ હું સાલમ કરું છું સિદ્ધપુર કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ ના સંચાલક ડી. ટી. ઝાલા અને તેમની સમગ્ર ટીમ ને કે જેમના દ્વારા બીમાર, લુલી, લંગડી,અકસ્માત પામેલ ગૌ માતા માટે ખુબ જ ઉમદા કાર્ય વર્ષો થી કરી રહ્યા છે પરંતુ હાલમાં ગૌ માતા માં જે લંપી વાયરસ નો રોગ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે તેમની ટીમ દ્વારા 100 થી વધુ લંપી વાયરસ થી બીમાર બહાર છૂટી મૂકી દીધેલ, કે ફરતી ગૌ માતા માટે આઈસોલેસન વોર્ડ બનાવવા માં આવી રહ્યો છે જેમાં તેમની સારવાર થઇ શકે પરંતુ તેના માટે પણ તેઓ શારીરિક સેવા કાર્ય કરી શકશે પરંતુ હાલમાં તે ટીમ ને આર્થિક મદદ ની પણ ખુબ જરૂર છે જેથી તેઓ બીમાર ગૌ માતા માટે દવા,ઘાસચારો તેમજ અન્ય નિભાવ ખર્ચ કરી શકે તો મારી દરેક મિત્રો, સ્નેહીજનો, વડીલો ને વિનંતી છે કે હિન્દૂ ધર્મ માં ગાય ને માતા નો દરજ્જો આપવામાં આવેલ છે અને તેમાં 33 કોટી દેવો નો વાસ છે તો આપડે સૌ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી હાલમાં જે ગૌ માતા ઉપર ગંભીર બીમારી આવેલ છે તેમાં વાદ -વિવાદ પક્ષા -પક્ષી થી દૂર રહી એક પુણ્ય ના ભાથા સ્વરૂપે યથા શક્તિ મદદરૂપ થઈએ અને સતકાર્ય માં સહભાગી બનીએ..
આપ સૌ ને પણ અપીલ કરીએ છીએ કે કામધેનુ ગૌ હોસ્પિટલ ને યથાશક્તિ યોગદાન જરૂર આપો....
દાન માટે સંપર્ક કરો...
ડી. ટી. ઝાલા
7990225760
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.