સાબરકાંઠા પ્રભારી સચિવ શ્રી ટી. નટરાજની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી - At This Time

સાબરકાંઠા પ્રભારી સચિવ શ્રી ટી. નટરાજની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી


સાબરકાંઠા પ્રભારી સચિવ શ્રી ટી. નટરાજની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી
*********

સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે પ્રભારી સચિવ શ્રી ટી. નટરાજની અધ્યક્ષતામાં અને કલેક્ટરશ્રી ડૉ. રતનકંવર ગઢવીચારણની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ પ્રથમ બેઠકમાં જિલ્લાના અધિકારીઓને નૂતવર્ષાભિનંદન પાઠવી સચિવ શ્રીએ જિલ્લાની પ્રોફાઈલ વિશે ભૈગોલિક પરિસ્થિત વિશે જાણકારી મેળવી હતી.
આ બેઠકમાં પ્રભારી સચિવ શ્રીએ જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લો ગાંધીનગરથી નજીક છે પરંતુ વિકાસમાં પણ ગાંધીનગર નજીક આવે તે મહત્વનું છે. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચાડવા આપણે સૌ સાથે મળી પ્રયાસ કરીએ

આ સમીક્ષા બેઠકમાં સચિવશ્રી એ શિક્ષણ, રોજગાર, આરોગ્ય, રોડ રસ્તા, વીજળી, ખેતીવાડી, પશુપાલન, આવાસ, આયોજન વિભાગની ગ્રાન્ટ અને વિકાસ કામો પ્રગતિ હેઠળના કામો, ઇ કે.વાય.સી., મનરેગા, સ્વચ્છ ભારત મિશન વગેરે બાબતોની ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વિકાસ કામો ઝડપી થાય લાભાર્થીને લાભ મળે, શિક્ષણમાં ગુણવત્તા સુધારણા, સગર્ભા, ધાત્રી માતા, કિશોરીઓ બાળકોના આરોગ્યમાં સુધારો થાય, મધ્યાન ભોજન, સ્વચ્છ ભારત મિશન વગેરે બાબતો પર ખાસ ભાર મુકવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, પ્રયોજન વહીવટદાર શ્રી વિશાલ સક્સેના, તમામ પ્રાંત અધિકારીશ્રી, નગરપાલિકા ચીફ ઓફિસર, મામલતદાર, ટીડીઓ તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.