કેશોદની બજારમાં કચ્છ અમૃત  ખારેકનું આગમન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6uhdz4mivnmdhqkn/" left="-10"]

કેશોદની બજારમાં કચ્છ અમૃત  ખારેકનું આગમન


કચ્છ અમૃત ગણાતી ખારેકનું કેશોદની બજારોમાં આગમન થતાં શહેરના મુખ્ય માર્ગો પર ફ્રૂટની લારીઓ તથા ફ્રૂટની દુકાનોમાં ખારેકનું વેચાણ શરૂ થયુછે  જો કે હાલમાં ખારેકના પ્રારંભમાં   બે જાતની જ ખારેકનું આગમન થયુંછે જે કચ્છની ખારેકનુ કેશોદની બજારોમાં આગમન થયુંછે ખારેક પણ વિવિધ જાતની આવેછે જે થોડા દિવસો બાદ અન્ય વિવિધ જાતની ખારેક બજારોમાં જોવા મળશે આજથી ખારેકની બજારોમાં વેચાણની  શરૂઆતમાં પ્રતિ કિલો સો  રૂપીયાના ભાવે છુટક વેંચાણ થઈ રહયુછે ખારેકનું બજારોમાં આગમન થતાં લારીઓમાં છુટા છવાયા લોકો થોડી માત્રામાં ખારેકની ખરીદી કરી રહયાછે હાલ કેરીની સીઝન ભરપુર શરૂ હોય ત્યારે ખારેકની ખરીદીમાં મહદઅંશે મંદિ જેવો જોવા મળેછે સાથે ખારેકના આગમન સમયે ભાવ વધુ હોવાથી પણ લોકો ખારેકની ખરીદી કરવાનુ ટાળતા હોયછે આશરે દશેક દિવસ બાદ વિવિધ જાતની ખારેકનું બજારમાં આગમન થયાં બાદ ભાવમાં ઘટાડો આવશે તેવું ખારેકનુ છુટક વેચાણ કરતા વેપારીઓ જણાવી રહયાછે

  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]