ગરબાડા તેમજ ધાનપુર તાલુકામાં MGVCLની વિજિલન્સ ટીમના દરોડા પાંચ લાખ સતાવીશ હજારનો મુદ્દામાલ જપ્ત
ગરબાડા અને ધાનપુર તાલુકામાં જુદી જુદી આઠ ટીમો બનાવવામાં આવી હતી
ગરબાડા તેમજ ધાનપુર તાલુકામાં MGVCL વિજિલન્સ ટીમ દ્વારા તારીખ 31 ના રોજ 38 જેટલા ઇસમો વિરુદ્ધ વીજ ચોરીના કેસ કરી અને પાંચ લાખ સતાવીશ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે અને રવિ પાકમાં લોકો ઘઉંનો પાક કરતા હોય છે પાણી આધારિત ખેતી કરવા માટે લોકોને સિંચાઈ માટેની લાઈન આપવામાં આવે છે પરંતુ વીજચોરી કરતા ઇસમો સિંચાઈ માટેની લાઈન લેતા નથી અને લંગર નાખીને તેમજ વાયર સાથે ડાયરેક્ટ વાયર જોડીને ગેરકાયદેસર રીતે વીજ ચોરી કરતા હોય છે અને લાખો રૂપિયાની વીજ ચોરી કરતા હોય છે જેને લઇને MGVCL વિજિલસની ટીમ દ્વારા આ વિજ ચોરીને અટકાવવા માટે ગરબાડા તેમજ ધાનપુર તાલુકામાં જુદી જુદી આઠ ટીમો બનાવી ને વી ચોરી કરતા ઈસમો વિરુદ્ધ દરોડા પાડ્યા હતા જેમાં વિજિલસ ની ટીમ દ્વારા 38 ઇસમો વિરુદ્ધ વીજ ચોરીના કેસો બનાવી ₹5,27,000 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.