બાલાસિનોર થી પાવાગઢ વાઘેલા સમાજ દ્વારા પગપાળા સંઘ નું ભવ્ય પ્રસ્થાન કર્યું.
આજ રોજ આસો નવરાત્રી ના પહેલા નોરતે બાલાસિનોર ના વાઘેલા સમાજ દ્વારા પગપાળા સંઘ નું પ્રસ્થાન કર્યું.
પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢ ખાતે માતાજીનું શક્તિપીઠ ધામ આવેલું છે. પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રી તેમજ આસો નવરાત્રી દરમ્યાન ભક્તોનું ઘોડાપુર ઉમટતું હોય છે. શક્તિપીઠ પાવાગઢ ખાતે સમગ્ર ગુજરાતમાં થી તેમજ અન્ય રાજ્યો જેવા કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે સ્થળોઓથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. શક્તિપીઠ પાવાગઢ ખાતે કેટલાક શ્રદ્ધાળુઓ પગપાળા સંઘ લઈને આવતા હોય છે, કેટલાક છૂટા છવાયા ચાલીને આવતા હોય છે, અહીંયા આવતા સંઘ દ્વારા માતાજીને શ્રધ્ધાભેર નાની મોટી ધ્વજાઓ ચઢાવવામાં આવતી હોય છે.
આ માહોલ વચ્ચે આસો નવરાત્રી નિ પહેલાં નોરતે બાલાસિનોર વાઘેલા સમાજ દ્વારા આજે બાલાસિનોર થી પાવાગઢ પગપાળા સંઘ નું પ્રસ્થાન કર્યું હતું.આ પગપાળા સંઘ માં બાવન ગજની ચાર ધજા સાથે 200 થી વધુ માઈ ભક્તો પગપાળા સંઘ માં જોડાયાં હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર બેહનના સંતાન માં પુત્ર ની બાધા રાખી હતી જે માના આશીર્વાદ ફળતા બહેન ને સંતાન પ્રાપ્તિ પુત્ર ની થતાં ભાઈ દ્વારા માં પાવાગઢ વાળીના ચરણોમાં બાવન ગજની ચાર ધજા સાથે રથનું પ્રસ્થાન કર્યું હતું.જેમા બાલાસિનોર નગર ના માર્ગ બોલો કાળકા માતાની જય સાથે ગુંજી ઉઠ્યું હતું.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.