મેંદરડા ખાતે સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વાર્ષિકોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ
મેંદરડા ખાતે સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વાર્ષિકોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ
મેંદરડા સ્થિત ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ચલાવતી સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બાળકો ની પ્રતિભા નિખારવા દર વર્ષે નિત નવીન આયોજનો કરતી હોય છે આ વર્ષે સંસ્થા દ્વારા ત્રીજા વાર્ષિકોત્સવ "સિલ્વર કે સિતારે (તૃતિય)"નું આયોજન તા.૧૧/૧/૨૦૨૫ શનિવારે કરવામાં આવેલ હતું.. જેમાં શાળાના તમામ પ્રિ પ્રાયમરી થી લઇ ને ધોરણ 1-12 ના 400 બાળકો એ 18 કૃતિઓ રજુ કરેલ હતી.. આ કાર્યક્રમ ની વિશેષતા એ હતી કે તમામ કૃતિઓ રામાયણ, મહાભારત અને અત્યારના સામાજિક પ્રશ્નો વગેરે પર આધારિત હતી
વાલીઓ સહીત લગભગ 1400 લોકો એ આ કાર્યક્રમમાં હાજરી આપી બાળકોની કૃતિઓની સરાહના કરેલ.. આ કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઇ ઠુંમ્મર ,જિલ્લા પ્રાથમિક શિક્ષણ નાયબ નિયામક જેઠવા,ભૂતપૂર્વ deo કાચા સાહેબ સહીત મેંદરડા શહેરના રાજકીય અને સામાજિક આગેવાન તેમજ મેંદરડા શહેરના અગ્રણી પ્રેસ પ્રતિનિધિઓશ્રી ની હાજરી રહેલ હતી.. આ કાર્યક્રમમાં શાળા પરિવાર દ્વારા મેંદરડા શહેરમાં નવનિર્મિત સોનાપુરી ધામ ના તમામ 19 સભ્યોની જહેમતને ધ્યાન પર જાહેર સન્માન કરાયેલ હતું
જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઇ ઠુંમ્મર તથા જેઠવા સાહેબ દ્વારા પોતાના વક્તવ્યમાં શાળાના આ પ્રયાસની સરાહના કરવામાં આવેલ હતી તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓશ્રી જસનભાઈ હીરાણી,શ્રી પરેશભાઈ ડેડાણીયા,ભાવિનભાઈ કણસાગરા તથા ઈશાનભાઈ મારવણીયાને તેમના સામાજિક સેવાઓ બદલ અભિનંદન પાઠવેલ હતા .. કાર્યક્રમના આયોજનમાં પટેલ સમાજનો સહયોગ મળેલ હતો.. કાર્યક્રમના અંતે સૌ મિસ્ટ ભોજનનો સ્વાદ માણી બાળકોને શુભકામના આપેલ હતી.. સંપૂર્ણ કાર્યક્રમની સફળતા માટે શાળાના તમામ સ્ટાફે ખુબ જેહમત ઉઠાવેલ હતી..
શાળાના આચાર્ય હિરેનભાઈ વ્યાસ દ્વારા કાર્યક્રમનું એન્કરિંગ કરવામાં આવેલ હતું.. અને સંસ્થા વતી હિરેનભાઈ વ્યાસ દ્વારા સૌ હાજર આગેવાનો મહેમાનો તથા વાલીશ્રીઓનો આભાર પ્રગટ કરવામાં આવેલ હતો..
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.