અપહરણ/પોકસો ના ગુન્હાના આરોપી તથા ભોગબનનારને ઉતરપ્રદેશ રાજય માંથી પકડી પાડતી ધારી પોલીસ ટીમ - At This Time

અપહરણ/પોકસો ના ગુન્હાના આરોપી તથા ભોગબનનારને ઉતરપ્રદેશ રાજય માંથી પકડી પાડતી ધારી પોલીસ ટીમ


અપહરણ/પોકસો ના ગુન્હાના આરોપી તથા ભોગબનનારને ઉતરપ્રદેશ રાજય માંથી પકડી પાડતી ધારી પોલીસ ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લાર્મા બનતા શરીર સંબંધી તથા અપહરણ પોકસો ના ગુન્હા આચરી અને અન્ય જીલ્લામાં નાસી જનાર આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી.એચ.બી.વોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાઓએ આ અંગે અપહરણના ગુન્હાના આરોપીઓ અંગે ભાળ મેળવી અને તેઓ અંગે તપાસ કરી અને આરોપીને સત્વરે પકડી પાડી ગુન્હાનો નીકાલ કરવા સારૂ જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય

જે અન્વયે શ્રી.કે.સી.રાઠવા સાહેબ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર ધારી સર્કલ ધારી તથા શ્રી પી.બી.લકકડ સાહેબ પોલીસ સબ ઇન્સ્પેકટર ધારી પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ધારી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૨૦૫૭૬/૨૦૨૨ આઇ.પી.સી.કલમ ૩૬૩,૩૬૬,૩૭૬(૨)(જે)(એન) તથા પોકસો એકટ કલમ ૪,૬,૧૮ મુજબનો ગુન્હો તા.૨૯/૦૮/૨૦૨૨ ના રોજ રજીસ્ટર થવા પામેલ અને આ કામના આરોપી ગુન્હાના કામના ફરીયાદીના સગીરવયની દિકરીને લલચાવી ફોસલાવી અને બદકામ કરવાના ઇરાદે પોતાની સાથે ઉતરપ્રદેશ રાજય માં ભગાડી લઇ ગયેલ જેની તપાસ કરી અને ઉતરાપ્રદેશ રાજયમાંથી પકડી પાડી અને ઉપરોકત ગુન્હાના કામે તા.૦૬/૧૦/૨૦૨૨ ન રોજ અટક કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ગુન્હામાં પકડાયેલ આરોપીની વિગત :
(૧) બંસીભાઇ બબલુભાઇ નીષાદ રહે.બીલોટા છકકી કા ડેરા તા.કુરારા જી.હમીરપુર રાજય : ઉતરપ્રદેશ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી એચ.બી.વોરા સાહેબ તથા શ્રી.કે.સી.રાઠવા સાહેબ સર્કલ ઇન્સપેકટર ધારી સર્કલ ધારી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ શ્રી.પી.બી.લકકડ પોલીસ સબ ઇન્સ્પેકટર ધારી પોલીસ સ્ટેશન નાઓ તથા ધારી પોલીસ ટીમે કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.