કલેક્ટર-પોરબંદરના માર્ગદર્શન હેઠળ પોરબંદર નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગની ૬ ટીમો બનાવી નિચાણવાળા વિસ્તારમાંથી લોકોના સ્થળાંતર અને રેસક્યુની કામગીરી હાથ ધરાઈ
કલેક્ટર-પોરબંદરના માર્ગદર્શન હેઠળ પોરબંદર નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગની ૬ ટીમો બનાવી નિચાણવાળા વિસ્તારમાંથી લોકોના સ્થળાંતર અને રેસક્યુની કામગીરી હાથ ધરાઈ
૦૦૦
ગાયત્રી મંદિર અને ઘાસ ગોડાઉન વિસ્તારમાંથી લોકોને રેસક્યુ કરી સલામત સ્થળે પહોંચાડ્યા
પોરબંદર, તા. ૨૯,
પોરબંદર જિલ્લામાં અને ઉપરવાસના વિસ્તારમાં અતિ ભારે પડેલા વરસાદને કારણે પોરબંદર શહેરમાં કર્લી જળાશય સહિતના વોંકળાઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણીના પ્રવાહની આવક થઈ છે. નિચાણવાળા વિસ્તારોમાં અમુક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આ અંગે ફાયર બ્રિગેડ વિભાગના રાજીવભાઈના જણાવ્યા મુજબ ખાડી વિસ્તાર, ઘાસ ગોડાઉન, કુંભારવાડા, કડીયા પ્લોટ અને મીલપરા સહિતના વિસ્તારોમાં ઉપરવાસના વરસાદના પાણી ભરાયા છે. છ ટીમ બનાવી પાણીગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ગાયત્રી મંદિર અને ઘાસ ગોડાઉન વિસ્તારમાંથી લોકોના રેસક્યુ કરવાની કામગીરી કરાઈ રહી છે. લોકોનું સલામત સ્થળે આશ્રય સ્થાનો પર કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ સ્થળાંતર કરવામાં આવી રહ્યા હોવાનું ફાયર બ્રિગેડ વિભાગે જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.