કેશોદમાં પત્રકાર શ્રેણી ગોષ્ટી કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા ૧૦૦ વર્ષથી સમાજ જાગરણનું કાર્ય કરી રહ્યો છે. આ સમાજ જાગરણના કાર્યમાં સમાજનો ચોથો સ્તંભએવો પત્રકારિતા જો ભળે તો આ પરિવર્તન ખુબજ ઝડપી બને આ માટે એક સંવાદ સ્વરૂપે પત્રકાર ગોષ્ઠિનું આયોજન વિશ્વ સંવાદ કેન્દ્ર કેશોદ તાલુકા દ્વારા કરવામાં આવેલ હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિશ્વ સંવાદ કેન્દ્ર કેશોદ તાલુકા સંપર્ક વિભાગ આયોજીત પત્રકાર શ્રેણી ગોષ્ઠીનું કેશોદના અક્ષય અન્નક્ષેત્ર કેશોદ ખાતે આયોજન કયવામા આવ્યુ હતું જેમાં પત્રકરો
ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા ૧૦૦ વર્ષથી સમાજ જાગરણનું કાર્ય કરી રહ્યો છે જે અંતર્ગત પત્રકારો સાથે ગોષ્ટી ચર્ચા વિમર્શ કરવામા આવેલ અને લોકો સ્વયંની જવાબદારીઓ પોતાની ફરજ લોક જાગૃતતા સહીતની જાણકારી સાથે લોકોને માહીતગાર કરવા પત્રકારો સમક્ષ વાર્તાલાપ કરવામા આવ્યો હતો
સંપૂર્ણ રાષ્ટ્રીયતાને વરેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અંડરમાં કામ કરતી શાખા વિશ્વ સંવાદ પ્રચારક કેન્દ્ર દ્વારા લોકોમાં સંપૂર્ણ રાષ્ટ્ર ભાવનાનું નિર્માણ થાય તે માટે આજરોજ કેશોદના પાટીદાર વિસ્તારમાં આવેલ અક્ષર અન્નક્ષેત્ર ખાતે તેમના દ્વારા તાજેતરમાં જ કેશોદના સર્વ પત્રકારો દ્વારા રચાયેલ સંગઠન કેશોદ પ્રેસ ક્લબ સંગઠન સાથે સંવાદ ગોસ્ટી કરવામાં આવેલ હતી જેમાં વિશ્વ પ્રચાર કેન્દ્ર પોરબંદરના તેજસ થાનકી જુનાગઢ જિલ્લા પ્રચારક દ્વારા આ સંસ્થાની કાર્ય પદ્ધતિની વિસ્તૃત માહિતી આપવામાં આવેલી હતી તેમણે ખાસાગ્ર કરેલો હતો કે આપણી સંસ્કૃતિમાં દીપ પ્રજવલિત કરીને જન્મદિવસ મનાવવામાં આવવો જોઈએ નહીં કે મીણબત્તીને ફૂક મારીને
તેમના દ્વારા પાંચ પરિવર્તનો સામાજિક સમરસતા પર્યાવરણ સ્વદેશી ભાવ જાગરણ કુટુંબ પ્રબોધન નાગરિક કર્તવ્ય વગેરે પર ભાર મૂકવામાં આવેલો હતો તેમની સાથે રવિભાઈ જોશી સાપ્તાહી પત્રિકા પ્રચારક કેશોદના હર્ષદભાઈ આતરોલીયા તથા કેશોદ તાલુકાના કાર્યવાહક જયેશભાઈ ડાભી પ્રજ્ઞેશ પુરોહિત પધારેલા હતા
પત્રકારો સાથેની ગોસ્ટીમાં કેશોદ પ્રેસ ક્લબ સંગઠનના ઉપપ્રમુખ મયુરભાઈ ગોહેલ દ્વારા પત્રકાર ગોસ્ટી કાર્યક્રમ રાખવાનો હેતુ બાબતે ચર્ચા કરવામાં આવેલી હતી આ ઉપરાંત પત્રકાર સંઘના પ્રમુખ ગોવિંદભાઈ હડીયા અને ખજાનચી દિનેશભાઈ કાનાભાઈ દ્વારા પણ પ્રશ્નોત્તરી કરવામાં આવેલી હતી
રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ
મો. ૯૭૨૩૪ ૪૪૯૯૦
9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે
