ફૂલછાબ ચોકમાંથી દારૂના પચાસેક ચપલા રીક્ષામાં ભરી સગીર નિકળ્યો: પ્ર.નગર પોલીસે દબોચી લીધો - At This Time

ફૂલછાબ ચોકમાંથી દારૂના પચાસેક ચપલા રીક્ષામાં ભરી સગીર નિકળ્યો: પ્ર.નગર પોલીસે દબોચી લીધો


શહેરમાં દારૂની હેરફેર પર પોલીસની ચાંપતી નજર છે ત્યારે આજે ફુલછાબ ચોકમાંથી રીક્ષામાં દારૂ લઈ જતા સગીરને દબોચી લીધો હતા અને આશરે પચાસ જેટલા દારૂના ચપલાને કબ્જે કરાયા છે.
આ અંગે પોલીસ સુત્રોએ જણાવ્યા મુજબ પ્ર.નગર પોલીસ સ્ટેશનની પીઆઈ બી.એમ. ઝણકાટના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ કામગીરીમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ફુલછાબ ચોકમાંથી એક રીક્ષામાં દારૂ ભરીને આરોપી નીકળનાર છે. જેથી પોલીસે વોચ ગોઠવી હતી દરમ્યાન બાતમી વાલી રીક્ષા નીકળતા રીક્ષાને અટકાવી તપાસ કરતા તેમાંથી દારૂના પચાસેક ચપલા નીકળ્યા હતા.
જેથી આરોપીને પોલીસ મથકે લઈ જતા પોલીસે પુછપરછ કરતા આરોપીની ઉંમર માત્ર 16 વર્ષ હોવાનું જણાયું હતું જેથી પોલીસે સપ્લાઈ કરનારની પુછપરછ કરતા એક વ્યકિતનું નામ ખુલ્યું હોય જેને પણ પોલીસે સકંજામાં લીધો હતો અને ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી.

પોલીસે ફુલછાબ ચોકમાંથી રીક્ષા કબ્જે કરી પોલીસ મથકે લાવી હતી અને તેમાંથી દારૂની બોટલો પોલીસ મથકમાં કબ્જે લેવાઈ હતી. દરમ્યાન પત્રકાર મિત્રો પહોંચતા રીક્ષામાં તપાસ કરતા પોલીસ ભુલી ગયેલી વધુ એક દારૂની બોટલ મળી આવી હતી. આમ પોલીસ ભુલી ગયેલી દારૂની બોટલ પત્રકારોએ શોધી આપી હતી.

સુત્રોએ જણાવ્યા મુજબ ફુલછાબ ચોકમાં દારૂ ભરેલી રીક્ષા પલ્ટી મારી ગઈ હતી. પલ્ટી મારતા રીક્ષામાં દારૂ હોવાનો ખ્યાલ આવ્યો હતો. આ પછી પોલીસ મામલો છુપાવવા પ્રયાસ કરતી હતી પણ ત્યાં જ આ વાત પત્રકારોના કાને પડતા પોલીસે ગુનો નોંધવા તજવીજ કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image