*સાબરકાંઠામા ઇડર ખાતે યોજાયેલ SHG વર્કશોપ મારફતે ગ્રામકક્ષાએ કાર્યરત સ્વ સહાય જૂથની બહેનોને માર્ગદર્શન તાલીમ હાથ ધરાઈ.* - At This Time

*સાબરકાંઠામા ઇડર ખાતે યોજાયેલ SHG વર્કશોપ મારફતે ગ્રામકક્ષાએ કાર્યરત સ્વ સહાય જૂથની બહેનોને માર્ગદર્શન તાલીમ હાથ ધરાઈ.*


*સાબરકાંઠામા ઇડર ખાતે યોજાયેલ SHG વર્કશોપ મારફતે ગ્રામકક્ષાએ કાર્યરત સ્વ સહાય જૂથની બહેનોને માર્ગદર્શન તાલીમ હાથ ધરાઈ.*
સાબરકાંઠા રિલાયન્સ ફાઉન્ડેશન નરોત્તમ લાલભાઇ રુલર ડેવલમેન્ટ ફંડ સંસ્થા થકી જોડાઈને પોતાના કાર્યક્ષેત્રના ગામોમાં મહિલા સશકતી કરણ માટે સ્વસહાય જૂથ દ્વારા ગ્રામવિકાસ અને મહિલાઓના સમાન અધિકાર માટેની નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે , જેમાં સાબરકાંઠા જિલ્લાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા , તલોદ અને પોસીના તાલુકાના સિલેકટેડ ગામોની જરૂરિયાત અને માંગને ધ્યાનમાં રાખીને સ્વ સહાય જૂથ મારફતે બહેનોના આજીવિકા વિષયક બદલાવ લાવવા નોંધપાત્ર પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે.

તાજેતરમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ રુલર ડેવલપમેન્ટ ફંડ પોતાના કાર્યક્ષેત્રના ગામોના સ્વ સહાય જૂથના સક્રિય બહેનોને વર્કશોપ મારફતે માહિતગાર કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આશય સાથે આગામી સમયગાળામાં સ્વ સહાય જૂથ ચલાલવવા માર્ગદર્શન મળી રહે તે માટે મિન્નતબેન મનસૂરી, ડિસ્ટ્રીક્ટ લાઇવલીહુડ મેનેજર સાબરકાંઠા ના માર્ગદર્શન હેઠળ ઇડર ખાતે વર્કશોપનું આયોજન હાથ ધરવામાં આવ્યું ,પ્રસ્તુત વર્કશોપમા અન્ય સંસ્થા જેવી કે, VSSM થી શ્રી તોહીદભાઈ, ડીએસસી થી શ્રી ચંદ્રપાલસિંહ, તેમજ ઇડર અને વડાલી તાલુકા લાઇવલીહુડ મેનેજર દ્વારા હાજરી આપવામાં આવી હતી.
જેમાં શરુઆતમાં શ્રીમતી મિતલબેન દ્વારા સંસ્થાના કાર્યવિસ્તાર, યોજનાનો મુખ્ય હેતુ અને સમાજમાં બહેનોની ભાગીદારી વિશે માહિતી આપી હતી. શ્રીમતી મિત્તલ બેન દ્વારા સ્વ સહાય જૂથ અને સરકારી જોગવાઇ વિષયક માહિતીમાં પંચસૂત્ર, રિવોલ્વિંગ ફંડ, VO લોન, બિઝનેશ પ્લાન, સરસ મેળા અંગે માર્ગદર્શનની સાથે સાથે ઇડર અને વડાલી બ્લોકના જૂથોની હાલની સ્થિતિનો તાગ મેળવી આગળની કાર્યવાહી માટે બહેનોમા યોગ્ય સમજ ઉભી કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ઉપરાંત વર્કશોપમા અન્ય સંસ્થાના અધિકારી દ્વારા પણ તેમની યોજનાઓ અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો.
વર્કશોપમા સાબરકાંઠા જિલ્લાના ઇડર અને વડાલી તાલુકાની ૬૦ બહેનો સહભાગી થઈ સ્વ સહાય જૂથના મહત્વ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું, તાલીમના અંતમાં પ્રશ્નોતરી સેશન રાખવામાં આવ્યું હતું જેમાં સક્રિય બહેનો દ્વારા પૂછવામાં આવેલ તમામ પ્રશ્નોના હાજર અધિકારીઓ દ્વારા સંતોષ કારક પ્રત્યુતર આપવાનો પ્રયત્ન કર્યો હતો.

રિપોર્ટર. અલ્પેશ પટેલ. વડાલી


9409160651
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.