રાજકોટમાં મંજુરી વગર ધાર્મિક સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ, નિયત કરેલ સ્થળો સિવાય મૂર્તિ વિસર્જન નિષેધ - At This Time

રાજકોટમાં મંજુરી વગર ધાર્મિક સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ, નિયત કરેલ સ્થળો સિવાય મૂર્તિ વિસર્જન નિષેધ


આગામી 31 ઓગસ્ટ થી ગણેશ ઉત્સવની શરૂઆત થઇ રહી છે જેને ધ્યાનમાં રાખી રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ગણેશજીની મુર્તીઓની સ્થાપના કર્યાના ત્રીજા દિવસે, પાંચમા દિવસે, સાતમા દિવસે, નવમાં દિવસે અને દશમાં દીવસે એટલે કે, તા.9 સપ્ટેમ્બરના રોજ મુર્તિઓનું વિસર્જન સરઘસ રૂપે કાઢી ગણેશજીની મુર્તિઓનું નદી કે તળાવમાં પઘરાવી વિસર્જન કરવામાં આવે છે.

આ મહોત્સવમાં વિસર્જન પ્રક્રિયા સરળતાથી થાય અને વિસર્જન સરઘસ દરમ્યાન ટ્રાફીક સરળતાથી ચાલુ રહે, કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય, તેમજ મુર્તિ વિસર્જન સ્થળે ગંદકી થવાના કારણે રોગચાળો ફેલાય નહી અને ધાર્મિક લાગણી દુભાય નહી માટે સાવચેતીના ભાગ રૂપે તા. 31 ઓગસ્ટથી તા. 10 સપ્ટેમ્બર સુધી ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(એમ), 33(એન), 37(4), 40(1), 131,135 મુજબની જોગવાઇ મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

મંજુરી વગર ગણેશ વિસર્જનના ધાર્મિક સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ

કોઇ પણ આયોજક/વ્યકિત નિયત કરેલ સ્થળો સિવાય પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળસ્ત્રોત જેવા કે, ડેમ, તળાવ, નદી, કુવામાં કે અન્ય કોઇ સ્થળોએ ગણેશજીની મુર્તિ વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

મુર્તિને સુશોભિત કરેલ હોય જેમ કે હાર, ફુલ, વસ્ત્રો તેમજ અન્ય કોઇ સુશોભિત વસ્તુઓને કાઢી બાદમાં મુર્તિને વિર્સજન કરવાની રહેશે.

મુર્તિ વિર્સજનવાળી જગ્યા તળાવો, ખાણ તથા નદીમાં સિન્થેટીક લાઇનર ગોઠવવાનું રહેશે.

મુર્તિ વિર્સજનવાળી જગ્યા તળાવો, ખાણ તથા નદીમાં સિન્થેટીક લાઇનર રાખવામાં આવેલ હોય તેને મુર્તિ વર્સજન બાદ 48 કલાક પહેલા વિર્સજીત થયેલ મુર્તિ સાથે બહાર કાઢી લેવાનું રહેશે અને તળાવો, ખાણ તથા નદીમાં ફટકડી નાખી ચોખ્ખાઇ જળવાઇ તે અંગે કાર્યવાહી હાથ ધરવાની રહેશે.

ગણેશજીની મૂર્તિના વિસર્જનના યાત્રા દરમ્યાન જાહેર જગયાએ આવતા-જતા રાહદારીઓ ઉપર તેમજ વાહનોમાં આવતા-જતા માણસો ઉપર કે ત્યાં હાજર રહેલા માણસો ઉપર કોઇ પણ પ્રકારના રંગો કે પાઉડર ને છૂટા પાણી કે અન્ય તૈલી પર્દાથોમાં મિશ્રીત કરી ઉડાડવા છાંટવા કે ફેંકવા ઉપર પ્રતિબંધ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.