રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અંતર્ગત વિરપુર ખાતે જન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજાઇ... - At This Time

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અંતર્ગત વિરપુર ખાતે જન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજાઇ…


મહિસાગર જીલ્લાના વિરપુર ખાતે રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિરપુરના વિવિધ માર્ગો પર રેલી યોજી લોકોને વ્યસન મુક્ત રહેવા અપીલ કરાઈ હતી
મહિસાગર જીલ્લા આરોગ્ય અધિકારીની સૂચના અન્વયે વિરપુર ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અંતર્ગત જનજાગૃત્તી હેતુ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી થકી લોકોને વ્યસન મુક્ત રહેવા તથા ધુમ્રપાન કરવા થી થતા આરોગ્યના જોખમ વિશે લોકહિત સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ રેલીમાં વિરપુર તાલુકા આરોગ્ય કર્મચારીઓ આશા વર્કર સહિતના કર્મીઓ ઉપસ્થિત રહી રેલીના અંતમાં વ્યસન મુક્ત રહેવા પ્રતીજ્ઞા લેવામાં આવી હતી...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.