સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વાસુકી દાદાના મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ભક્તજનો દ્વારા ભાવપૂર્વક મહા આરતી નો લાહવો લઇ ધન્યતા અનુભવી * - At This Time

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વાસુકી દાદાના મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ભક્તજનો દ્વારા ભાવપૂર્વક મહા આરતી નો લાહવો લઇ ધન્યતા અનુભવી *


*

◼️ થાનગઢ: (જયેશ મોરી દ્વારા): થાનગઢ તાલુકામાં માં આવેલ ગામ ધણી વાસુકી મહાદેવ દાદાનું ઐતિહાસિક મહત્વ છે. ત્યારે આ મંદિર આસપાસનો વિસ્તાર પાંચાળ પ્રદેશ તથા સર્પ ભૂમિ તરીકે પણ ઓળખાય છે.એક માન્યતા અનુસાર સ્કંદ પુરાણ તથા પદ્મ પુરાણમાં આ વિસ્તારનો ધર્મારણ્ય તરીકે ઉલ્લેખ છે. પૌરાણિક કાળના સદર શિવાલયમાં શિવરાત્રીની ઉજવણી ધામધૂમતી થાય એ સ્વાભાવિક છે. "જેમના પ્રત્યેક છિદ્રમાં શિવ છે, તેઓ ઝેર પીવે છે, જેઓ ફક્ત અંગારાથી શણગારે છે તેમને વિશ્વ કેવી રીતે બાળશે?" ઓમ નમઃ શિવાય. "હિંદુ ધર્મમાં ભગવાન શિવનું કેટલું સન્માન છે તે બધા પરિચિત છે જ, લોકો ભોલેનાથ માટે ખૂબ જ આસ્થા ધરાવે છે. આ કારણે ભગવાન શિવ અને તેમનો મહિમા આખા વર્ષ દરમિયાન જુદા જુદા રૂપમાં વિવિધ તહેવારોના રૂપમાં ઉજવાતા આ તહેવારોમાંનો એક તહેવાર 'મહાશિવરાત્રી"નું પર્વ દિવસે ઠેર ઠેર ભક્તજનો દ્વારા ભાવપૂર્વક ઉજવવામાં આવી રહ્યું છે. આ ધાર્મિક પર્વે પૂજ્ય મોન‌ બાપુ દ્વારા એક વિશેષ મહા આરતીનું આયોજન થયું હતું જેમાં અંબાલ વૃદ્ધો જોડાયા હતા. વિશેષ વાત કરીએ તો નાના બાળકો પણ ડમરું વગાડીને પોતાનો ભક્તિ ભાવ વ્યક્ત કરતા હતા. મોટી સંખ્યામાં નગરજનો ભક્તજનો અને સેવકોના હાજર રહેવાથી અત્રે વાતાવરણ શિવમય બની ગયું હતું. શિવરાત્રીનું વિશેષ મહત્વ હોવાથી પુનઃ રાત્રે આવી જ સુંદર આરતી થવાની હોવાથી પ્રત્યેક ભાવિક ભક્તોને આનો લાભ લેવા અનેક સભ્યો તરફથી વિનંતી થઈ છે. શિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. ઓમ નમઃ શિવાય.

રિપોર્ટર જયેશભાઇ મોરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image