ધોલેરા ખાતે તાલુકા કક્ષાનો નિઃશુલ્ક આયુષ મેળો યોજાયો.
અમદાવાદ જીલ્લા ના ધોલેરા ખાતે તાલુકા કક્ષાનો નિઃશુલ્ક આયુષ મેળો યોજાયો.
આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હર ઘર હર દિન આયુર્વેદ અભિયાન અંતર્ગત છેવાડાના માનવી સુધી આયુષ ની સેવાઓ પહોંચી શકે તે હેતુથી આજ તા.- ૧૯/૦૩/૨૦૨૩ ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત અને નિયામક શ્રી આયુષ ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી , અમદાવાદ ના માગૅદશૅન હેઠળ જીલ્લા આયુષ તંત્ર અમદાવાદ દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદીર, ધોલેરા ખાતે માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઇ ડાભી સાહેબની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાના આયુષ મેળા નું આયોજન કરવામાં આવ્યું,જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી દિગ્પાલસિંહ ચુડાસમા (દંડક શ્રી ,જી. પં. અમદાવાદ), શ્રી સુભાષભાઈ ગોહીલ (પ્રમુખ શ્રી,તા. પં. ધોલેરા), સાગરભાઈ સોલંકી (પ્રમુખશ્રી , તાલુકા ભાજપ), પ્રધ્યુમન સિંહ ચુડાસમા, (મહામંત્રી શ્રી,ધોલેરા તાલુકા ભાજપ),મહેન્દ્રસિંહ ચુડાસમા (પ્રમુખશ્રી ,કિસાન મોરચા ભાજપ ), શ્રી કાળુભાઇ બારૈયા, સ્વામિનારાયણ મંદિર ના સ્વામી શ્રી હરિકેશવદાસજી અને પુરુષોત્તમચરણદાસજી ,સરપંચ શ્રી/ઉપસરપંચ શ્રી(ગ્રામ પંચાયત ,ધોલેરા) તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, ડૉ. હેમંત જોષી સાહેબ , મામલતદારશ્રી ,ધોલેરા તથા તાલુકા પંચાયત ધોલેરાના સભ્યશ્રીઓ તથા સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.
કાર્યક્ર્મ ની શરુઆત મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટય થી કરવામાં આવી હતી ત્યારબાદ મંચસ્થ મહેમાનોનું ઔષધીય રોપાથી સ્વાગત કરવામાં આવ્યું.
જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈદ્ય હેમંત જોષી સાહેબે જિલ્લા આયુષ તંત્ર દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. ત્યારબાદ માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઇ ડાભી સાહેબે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું અને આયુષ શાખા અમદાવાદ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ ને બીરદાવી હતી.
આ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઇ ડાભી સાહેબ ના વરદ હસ્તે ધોલેરા તાલુકાના નવીન મંજુર થયેલ હેલ્થ અને વેલનેસ સેન્ટર ઓતારિયા ની સેવાઓનું e-લોકાર્પણ કરવામાં આવ્યું..
આ આયુષ મેળામાં વિવિઘ આરોગ્ય લક્ષી આયુષ ની પ્રવૃત્તિઓ જેવી કે આપણે બીમાર જ ના પડીએ અને નિરોગી દીર્ઘાયુષ્ય મેળવીએ તે માટે આયુષ ના મૂળભૂત સિદ્ધાંતો જેમ કે દિનચર્યા, ઋતુચર્યા , રસોડા/આંગણા ની ઔષધીઓ, પંચકર્મ સારવાર ની વીસ્તૃત માહિતી આપતું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.નિષ્ણાંત આયુષ ચિકિત્સકો દ્વારા તમામ રોગોનું આયુષ પધ્ધતિથી નિદાન કરી સારવાર કરવામાં આવી હતી.તથા રોગપ્રતિકાર શકિત વર્ધક અમૃત પેય ઉકાળા વિતરણ તેમજ બાળકો ને સુવર્ણપ્રાશન કરાવામાં આવ્યું હતું.
આયુષ મેળા મા 328 દર્દીઓ નું આયુર્વેદ પધ્ધતિથી નિદાન કરી સારવાર આપવામાં આવી તેમજ 174 દર્દીઓને હોમિયોપેથી પધ્ધતિ થી સારવાર આપી.105 લોકોનું પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવ્યું.તથા 55 બાળકો ને સુવર્ણપ્રાશન ના ટીપાં પીવડાવવામાં આવ્યા.38 દર્દીઓ અગ્નિકર્મ ચીકીત્સા કરવામાં આવી તથા યોગ અંગેનું માર્ગદર્શન અને યોગાભ્યાસ કરવામાં આવ્યો જેમાં 75 લોકો એ લાભ લીધો તથા ઋતુસંધિ જન્ય રોગો થી બચવા રોગપ્રતીકારક શકિત વર્ધક આયુર્વેદ અમૃતપેય ઉકાળા અને હોમિયોપેથી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ આયુષ મેળામા બહોળી સંખ્યાાં માં લોકો એ લાભ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન વૈદ્ય હિરેન મકવાણા એ કર્યું હતું અને આભાર વિધિ વૈદ્ય શૈલેષ ડોડીયા એ કરી હતી.
રીપોર્ટર : સી કે બારડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.