રાજકોટમાં ઘરમાં ઘૂસી યુવતીને રૂમમાં લઈ જઈ નરાધમે બિભસ્ત માગણી કરી

રાજકોટમાં ઘરમાં ઘૂસી યુવતીને રૂમમાં લઈ જઈ નરાધમે બિભસ્ત માગણી કરી


રાજકોટમાં ધોળા દિવસે કાલાવડ રોડ એક નરાધમ મકાનની દીવાલ કુદી ફ્ળીયામાં કામ કરતી યુવતીનું બાવડું પકડી બળજબરીથી રૂમમાં લઇ જઈ મૂંગો દઈ બીભત્સ માંગણી કરી હતી.અને છેડછાડ કરતા યુવતીએ પડકારતા મારકૂટ કરી હતી જેથી આ બનાવની જાણ યુવતીના પિતા અને ભાઈ ને થતા તેઓ ઘરમાં આવતા તે શખસ તેની સાથે પણ મારકૂટ કરી ઝપાઝપી કરી હતી અને ત્યાંથી નાશી ગયો હોય જે અંગે બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
તપાસ કરતા તે શખસનો થેલો મકાનમાંથી મળી આવતા તેમાંથી સ્પ્રે, રેનકોટ, પાકીટ સહિતની વસ્તુઓ મળી આવી હતી અને તેમાં વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા તેની શોધખોળ હાથધરી છે.બનાવની મળતી વિગતો મુજબ કાલાવડ રોડ પર રહેતી યુવતીએ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે ફરિયાદમાં જણાવ્યું હતું કે બપોરે તેના ઘેર ફળિયામાં વાસણ સાફ કરતી હતી.
ત્યારે મકાનની દીવાલ ટપી અજાણ્યો શખસ આવી ગયો હતો અને તેનું બાવડું પકડી રૂમમાં લઇ ગયો હતો અને બીભત્સ માંગણી કરી હતી .બાદમાં છેડતી કરવા લાગ્યો હતો જેથી તેને તે નરાધમે તાબે ન થતા શખસે ઢીકાપાટુંનો માર માર્યો હતો જેથી દેકારો થતા પિતા અને ભાઈએ આવીને દરવાજો ખખડાવતા શખસે દરવાજો ખોલી તેની સાથે જપાજપી કરી તેની બેગ અને સેન્ડલ મૂકી નાશી ગયો હોવાનું જણાવતા પીએસઆઈ એમ આર ઝાલાએ અજાણ્યા શખસ સામે ગુનો નોંધી તેને પકડી લેવા દોડધામ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સવારે યુવતીના પિતા અને ભાઈ કોર્ટમાં તારીખ હોય ઘેરથી નીકળ્યા હતા તે દરમિયાન એકલી યુવતીના ઘરમાં ઘૂસી શખસે આ કૃત્ય આચરતા યુવતીના ભાઈ અને પિતા કોઈ કામે રસ્તામાંથી ઘેર આવતા આ બનાવ બન્યો હોવાની જાણ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »