મહીસાગર જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને મતદાર જાગૃતિ અભિયાનમાં જોડવા કલેકટર કચેરી ખાતે કોફી વિથ કલેકટરનું આયોજન કરાયું….
સોશિયલ મીડિયા ક્રીએટરની સ્કીલનો લોકશાહીની પવિત્ર ફરજ અદા કરવા જનજાગૃતિ માટે ઉપયોગ કરવા મહીસાગર જિલ્લાતંત્રની નવતર પહેલ
આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ૭ મી મે ૨૦૨૪ના રોજ મતદાન થવાનું છે ત્યારે મહીસાગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી આંગણે આવેલા આ લોકશાહીના અવસરમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી નેહાકુમારીના માર્ગદર્શનમાં મતદાર જાગૃતિ અને તેના પ્રચાર પ્રસાર માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
જિલ્લા કલેકટરના મતદાર જાગૃતિ અંગેના વિવિધ પ્રયાસોને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે વધુ એક નવતર પહેલના ભાગરૂપે જિલ્લામાં પાંચ હજાર થી વધુ ફોલોઅર ધરાવતા જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને મતદાર જાગૃતિ અભિયાનમાં જોડવા કોફી વિથ કલેકટરનું આયોજન કલેકટર કચેરી હોલ ખાતે કરવામાં આવ્યું .
જિલ્લા ચુંટણી અધિકારી શ્રીમતી નેહા કુમારીએ જણાવ્યું હતું કે આજના સમયમાં ઝડપથી સંદેશો પહોંચાડવાનું માધ્યમ સોશિયલ મીડિયા છે અને આજનો યુવા વધુ સમય સોશિયલ મીડિયા પર પસાર કરે છે ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી વિવિધ મતદાર જાગૃતિ થીમ પર વિડીયો બનાવી શેર કરી વધુને વધુ લોકો મતદાન કરવા પ્રેરાય તે માટે અપીલ કરી હતી. સાથે જે લોકો જિલ્લાની બહાર વસવાટ કરતાં હોય તે લોકો પણ મતદાનના દિવસે મતદાન કરવા અચૂક જાય આ અવસરમાં જોડાવા અપીલ કરી હતી.
કોફી વિથ કલેકટર કાર્યક્રમાં ઉપસ્થિત રહેનાર જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પાસે મતદાન જાગૃતિ કન્ટેન્ટ વિષે ચર્ચા કરવામાં આવી હતી અને કેવી રીતે મહત્તમ લોકો આ પર્વમાં જોડાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલ ,પ્રોબેશનલ આઇએએસશ્રી મહેંક જૈન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી સી એન ભાભોર , પ્રાંત અધિકારીશ્રી આનંદ પાટીલ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ એસ મનાત ઉપસ્થિત રહ્યા હતા...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.