ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાની રજૂઆતથી રવિ પાક પીયત માટે કેનાલમાં રાણા ખીરસરા ડેમમાંથી પાણી છોડાશે*
રવિ સીઝન ખેત ફસલના પીયત માટે કેનાલમાં પાણી છોડશેએ ખેડૂતોને લાભ કર્તા થશે
ગોસા(ઘેડ):તા. ૦૮/૦૧/૨૦૨૫
પોરબંદર જિલ્લા ના કુતિયાણા- રાણાવાવ મત વિસ્તારના લોક લાડીલા યુવા ધારા સભ્ય કાંધલ ભાઈ જાડેજાની રજૂઆત થી કુતિયાણા મત વિસ્તારના ગામડાઓમાં રવિ સીઝનની ખેત ફસલ માટે અગાઉ બાટવા ખારા ડેમમાંથી સ્વ ખર્ચે પાણી છોડાવ્યા બાદ ફરી ધારા સભ્ય કાંધલભાઈ જાડેજાએ રજુઆત કરતા કુતિયાણા મત વિસ્તારના ગામડાઓમાં કરાયેલા શિયાળુ રવિ સીઝનના પાકમાં પીયત માટે રાણા ખીરસરા ડેમમાંથી પાણી છોડવામાં આવશે.
દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શિયાળુ પાક માટે લોકલાડીલા
ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા ની રજૂઆત ના અનુસંધાને સરકારશ્રી દ્વારા ૬૦ એમ.સી.એફ.ટી.પાણી રાણા ખીરસરા ડેમમાંથી પાણી છોડવાની મંજૂરી આપેલ છે હવે સરકારી વસૂલાત અને સ્થળ નિરીક્ષણ કર્યા બાદ પાણી છોડવામાં આવશે.જેના લીધે પાણી ખોટી રીતે વેડફાઈ નહી અને કુતિયાણા તાલુકાના વાડોત્રા , ખીરસરા, અમર, રાણા કંડોરાણા, ખીજદળ રાણાવાવ તાલુકાના ઠોયણા, ભોડદર, મહિરા, જાંબુ, નેરાણા,પાદરડી પોરબંદર તાલુકાના એરડા તથા દેરોદર ગામના ખેડૂતો સિંચાઈ ના આ પાણી નો પુરેપુરો લાભ લેવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ અપીલ કરી છે.જયારે જે દિવસે રાણા ખીરસરા ડેમમાં થી પાણી છોડવામાં આવે ત્યારે રાણા ખીરસરા ડેમની નદીના પટ માં લોકોએ તથા તેમના પશુ. માલઢોર ને નદીમાં પટમાં અવર જ્વર ના કરવા તેમજ આવતા ગામો એ જરૂરી સાવચેતી રાખવા પણધારા સભ્ય કાંધલભાઈ જાડેજાએ જણાવેલ છે.
રિપોર્ટર :-વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
